‘હર હર શંભુ’ની ગાયિકાના ભાઈની હત્યા! ગીત ગાયા બાદ થયો હતો ભારે વિવાદ
શનિવારે મોડી સાંજે ખુર્શીદ નામના યુવક પર અજાણ્યા બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ખુર્શીદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે સંબંધીઓને હુમલાની જાણ થઈ ત્યારે તેઓ તરત જ ખુર્શીદને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
Trending Photos
નવી દિલ્લીઃ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર આવેલું ‘હર હર શંભુ’ગીત ખુબ જ પ્રચલિત થયું હતું. આ ભક્તિ ગીત લોકોને એટલું પસંદ આવ્યું કે તેણે યુટ્યુબ પર અનેક નવા રેકોર્ડ બનાવી દીધાં. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગીત એક મુસ્લિમ ગાયિકાએ ગાયું બતું. ફરમાની નાઝે આ ગીત ગાયું હતું. હાલ એવા સમાચારો સામે આવી રહ્યાં છેકે, હર હર શંભુની ગાયિકા ફરમાની નાઝના પિતરાઈ ભાઈની સરાજાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. યુટ્યુબર ફરમાની નાઝના પિતરાઈ ભાઈની હત્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનો અને પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે લોકોને શાંત પાડ્યા હતા. લોકોનો આરોપ છે કે ગામના જ કેટલાંક લોકોએ તેની હત્યા કરી છે.
‘હર હર શંભુ’ની ગાયિકા ‘ફરમાની’ના પિતરાઈ ભાઈની ચાકુ મારીને જાહેરમાં હત્યા કરાઈ હોવાનું પણ આ કેસમાં સામે આવ્યું છે. આ ઘટના બાદ હાલ સમગ્ર પંથકમાં સન્નાટો મચી ગયો છે. ઉલ્લેખનીય છેકે, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં, શનિવારે મોડી સાંજે ત્રણ અજાણ્યા બાઇક પર સવાર બદમાશોએ યુટ્યુબર અને ‘હર હર શંભુ’ની ગાયિકા ફરમાની નાઝના પિતરાઈ ભાઈની નિર્દયતાથી હત્યા કરી નાખી. ઘટના સ્થળે પહોચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ઘટના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુરની છે.
દેવબંદના ઉલેમાઓના ફતવા બાદ હત્યા?
ઉલ્લેખનીછેકે, ફરમાની ‘હર-હર શંભુ’ ગીત ગાઈને ચર્ચામાં આવી હતી. જે બાદ દેવબંદના ઉલેમાઓએ તેમની વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, “ઈસ્લામમાં ગાવું અને નાચવું પ્રતિબંધિત છે.” આ પછી ફરમાની નાઝે ઉલેમાઓને જવાબ આપ્યો કે “જ્યારે મારા પતિ મને છોડીને ગયા ત્યારે આ ઉલેમા ક્યાં હતા. આ ઉલેમા મહિલાઓના દરેક કામને ઇસ્લામના નામે હરામ કહે છે. તેમને કહો કે મહિલાઓ જાય તો ક્યાં જાય.”
કોણે કરી હત્યા?
શનિવારે મોડી સાંજે ખુર્શીદ નામના યુવક પર અજાણ્યા બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ખુર્શીદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે સંબંધીઓને હુમલાની જાણ થઈ ત્યારે તેઓ તરત જ ખુર્શીદને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ખુર્શીદ યુટ્યુબર સિંગર ફરમાની નાઝના પિતરાઈ ભાઈ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે