ફરી ધ્રુજી ગુજરાતની ધરા! બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી અફરાતફરી

EARTHQUAKE BANASKANTHA: બનાસકાંઠામાં વહેલી સવાર ધરતીકંપની ઘટના સામે આવી. આ ઘટનાને પગલે વહેલી સવાર એકાએક દોડધામ મચી ગઈ હતી.

ફરી ધ્રુજી ગુજરાતની ધરા! બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી અફરાતફરી

EARTHQUAKE: એક તરફ ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. ત્યાં બીજી તરફ ભૂકંપના આંચકાથી પણ લોકોમાં ફફડાટ ઉભો થયો છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ અનુભાવાયા છે ભૂકંપના આંચકા. વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, અવારનવાર ગુજરાતના બે જિલ્લામાં સૌથી વધારે ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે. આ બે જિલ્લાઓમાં સૌથી પ્રમુખ છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લો.

આજે વહેલી સવારે રાજ્યના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલાં જિલ્લા બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4:36 કલાકે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. રાજસ્થાનના ઝાલોર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદૂ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, હાલ આ ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર સામે આવ્યાં નથી. એ વાત રાહતની છેકે, આ આંચકાની તીવ્રતાને લીધી કોઈ મોટી હોનારત સર્જાઈ નથી.

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.6ની તીવ્રતા-
આજે વહેલી સવારે 4:36 કલાકે બનાસકાંઠાની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો-
આપને જણાવી દઈએ કે, ગઇકાલે (શનિવાર) રાત્રે 9.34 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની નોંધાઈ હતી. તો ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news