All India Weather Update: આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? ખાસ જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: IMD એ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે આગામી 2-3 દિવસ દરમિાયન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અને પૂર્વોત્તરના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જાણો ગુજરાત માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી. 

All India Weather Update: આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? ખાસ જાણો હવામાન વિભાગની આગાહી

Weather Update and Forecast 8th August 2023: ભારે વરસાદ બાદ અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ બનેલી છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાણ છે. જ્યારે રાજધાની દિલ્હીમાં વરસાદની સંભાવના નથી લોકોએ એકવાર ફરીથી બફારા સાથે ગરમીનો સામનો કરવો પડી શકે છે. 

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
IMD એ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે આગામી 2-3 દિવસ દરમિાયન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અને પૂર્વોત્તરના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અલગ અલગ સ્થળો પર હળવાથી ભારે વરસાદની આશંકા છે. આઈએમડીએ જણાવ્યું કે ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 8 અને 9 ઓગસ્ટના રોજ અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. 

આઈએમડીના જણાવ્યાં મુજબ આજે પશ્ચિમ બંગાળમાં જ્યારે આજે અને કાલે સિક્કિમમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જણાવ્યું કે પૂર્વોત્તર ભારતમાં આગામી 2-3 દિવસ દરમિયાન અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ઓછા વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં શું રહેશે વરસાદની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી ખુબ સારો વરસાદ પડ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 

આગામી પાંચ દિવસની આગાહી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ પાંચ દિવસ માછીમારી ન કરવાની સૂચના આપી છે. 

ક્યાં સુધી રાજ્યમાં રહેશે વરસાદની સીઝન?
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે. ચોમાસા અંગે હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેવાનું છે. તેમણે કહ્યું કે જો રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ થઈ શકે છે. બાકી સમગ્ર રાજ્યમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news