બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો, જાણો ભાવ પર શું પડશે અસર

Import Duty on Gold: સોના ચાંદીના ફાઈન્ડિંગ ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરાયો છે. સરકારે સોના અને ચાંદીના સ્ક્રુ, હુક અને કોઈન ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો. સરકારના નિર્ણય મુજબ નવા દરો 22 જાન્યુઆરી 2024થી પ્રભાવી થઈ ગયા છે. સરકારના આ નિર્ણયનો હેતુ ઘરેલુ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. 

બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો, જાણો ભાવ પર શું પડશે અસર

Import Duty on Gold: બજેટ પહેલા સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી ટેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે સોના અને ચાંદીની સાથે સાથે કિંમતી ધાતુઓના સિક્કા પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. 22 જાન્યુઆરીએ ગોલ્ડ સિલ્વર સિવાય કિંમતી ધાતુઓના સિક્કા પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારીને 15 ટકા કરવામાં આવી. તેમાં 10 ટકા મૂળ ઈમ્પોર્ટ ડ્યૂટી અને સામાજિક કલ્યાણ સરચાર્જ (SWS) થી છૂટ સાથે ઓલ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ડ્યૂટી ડ્રોબેક હેઠળ વધારાના 5 ટકા સામેલ છે. 

ઈમ્પોર્ટ ડ્યૂટી ટેક્સમાં વધારો
નાણા મંત્રાલયે બજેટ પહેલા જ સોના અને ચાંદી પર મોટો નિર્ણય લેતા સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે ગોલ્ડ સિલ્વર પર પર ઈન્પોર્ટ ડ્યૂટી ટેક્સને 12.50 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે. સોના ચાંદીના ફાઈન્ડિંગ ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરાયો છે. સરકારે સોના અને ચાંદીના સ્ક્રુ, હુક અને કોઈન ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો. સરકારના નિર્ણય મુજબ નવા દરો 22 જાન્યુઆરી 2024થી પ્રભાવી થઈ ગયા છે. સરકારના આ નિર્ણયનો હેતુ ઘરેલુ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. 

શું થશે સોના અને ચાંદી પર અસર
ભારતમાં સોનાના ભાવ ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક કિંમતો પર આધારિત હોય છે. પંરતુ તેનાથી પણ વધુ તે ઈમ્પોર્ટ ડ્યૂટીના કારણે પ્રભાવિત થાય છે. આવામાં ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી સોના અને ચાંદીના ભાવ પર અસર થશે. સોના, ચાંદી, હીરા, અને કલર્ડ જેમ્સના કાચા માલ માટે ભારતની નિર્ભરતા આયાત પર છે. આવામાં ઈમ્પોર્ટ ડ્યૂટી ટેક્સ વધવાથી તેની અસર ભાવ પર જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news