Budget 2024: બસ હવે 9 દિવસ, કેન્દ્રીય કર્મચારીઓના DAમાં થશે વધારો, જાણો કેટલો થશે ફાયદો
DA Hike Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની આશા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. તેવી આશા છે કે બજેટ બાદ કે બજેટના દિવસે સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Budget: કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થવાની આશા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં 4 ટકાના વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેવી આશા છે કે સરકાર બજેટ બાદ કે બજેટના દિવસે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. દેશમાં વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રજૂ કરવામાં આવશે અને તેમાં હવે 9 દિવસ બાકી છે.
1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે નવું મોંઘવારી ભથ્થું
સરકાર જ્યારે ડીએમાં વધારાની જાહેરાત કરશે તો નવો વધારો 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. તેવી આશા છે કે તેની જાહેરાત સરકાર બજેટની આસપાસ કરી શકે છે. ડીએમાં વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થવાની આશા છે. સાતમાં પગાર પંચ અનુસાર વર્તમાનમાં કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે નવા વધારા બાદ ડીએ 50 ટકા થઈ જશે.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે જે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને ફુગાવાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે. DA સામાન્ય રીતે વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. ડીએ વધારો સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવે છે. આ સુધારો 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થશે.
50 ટકા પહોંચવા પર ડીએ શૂન્ય થઈ જશે
મોંઘવારી ભથ્થાનો નિયમ છે કે વર્ષ 2016માં જ્યારે સરકારે સાતમું પગાર પંચ લાગૂ કર્યું હતું તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દીધુ હતું. નિયમો પ્રમાણે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા સુધી પહોંચી જશે, તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50 ટકા પ્રમાણે કર્મચારીઓને ભથ્થા તરીકે જે પૈસા મળશે, તે તેની બેસિક સેલેરીમાં સામેલ કરી દેવામાં આવશે. જો કોઈ કર્મચારીની બેસિક સેલેરી 18000 રૂપિયા છે તો તેને 50 ટકા ડીએના 9000 રૂપિયા મળશે. પરંતુ ડીએ 50 ટકા થવા પર તે બેસિક વેતનમાં જોડાઈ જશે અને પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે