સરકારે દેશના તમામ એરપોર્ટની સુરક્ષાને વધારવા માટે જાહેર કર્યું એલર્ટ

પુલવામા હુમલા બાદ થયેલા ઘટનાક્રમને લઇને ખાનગી જાણકારીઓ મળતા સરાકારે તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવા માટે અલર્ટ આપ્યું છે. 

સરકારે દેશના તમામ એરપોર્ટની સુરક્ષાને વધારવા માટે જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હી: સરાકારે દેશના તમામ એરપોર્ટ તથા એરલાઇન્સ માટે શનિવારે એલર્ટ જાહેર કર્યું અને હાલની સુરક્ષાનમાં વાધારો કરવા માટે કહ્યું છે. પુલવામા હુમલા બાદ થયેલા ઘટનાક્રમને લઇને ખાનગી જાણકારીઓ મળતા સરાકારે તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવા માટે અલર્ટ આપ્યું છે. 

નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો(બીસીએએસ)એ એલર્ટ જાહેર કરી દેશના તમામ રાજ્યોના વરિષ્ઠ પોલીસ અધિકારી, તમામ એરલાઇન્સ અને એરપોર્ટ પર સુરક્ષા પ્રભારીઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સીઆઇએસએફ)ના અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે.

જાણો શું કહ્યું જાહેરનામામાં 
એલર્ટને લઇને જાહેર કરવામાં અધિસૂચનમાં કહેવામાં આવ્યું છે. પુલવામામાં હુમલો થયા બાદ અને તેના બાદના ઘટનાક્રમ બાદ મળી રહેલી માહિતીને ધ્યાને રાખીને દેશના તમામ એરપોર્ટ અને વાયુ સેના સ્ટેશનો, હેલીપેડો, વિમાન પ્રશિક્ષણ સંસ્થાનો સહિત તમામ નાગરિક ઉડ્ડયન પ્રતિષ્ઠાનોમાં કરવામાં આવેલા હાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કારણે કોઇ અઘટિત ઘટના છે. 

VIDEO: ઓવૈસીનો ઇમરાન ખાનને જવાબ, કહ્યું ટીપુ સુલતાન માત્ર હિન્દુઓના દુશ્મન નહોતા

બીસીએએસએ એરલાઇન્સ તથા એરપોર્ટના 20 વિશિષ્ટ સુરક્ષાને વધારવા માટેના આદેશ કરી દેવામાં આવ્યો છે. આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે, કે ટર્મિનલ ઇમારતની સામે કોઇ વાહન ઉભુ નહિ કરવા અને કાર પાર્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા તમામ વાહનનું ખાસ ચેકિંગ કરવામાં આવે તેવુ સુચન કરવામાં આવ્યું હતું. 

(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news