બાળકીએ સોફા પર જ્યા પેશાબ કરી હતી, ત્યાં જ મોઢુ દબાવીને પાલક માતાએ મારી નાખી

 મોરબીમાં ત્રણ વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાલક માતાએ જ ત્રણ વર્ષની યશ્વીનુ જમીનમાં માથુ અથડાવીને હત્યા કરી હતી. પાલક માતાએ બાળકીએ પેશાબ કરવા જેવી સામાન્ય વાતમાં તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, પિતાએ પાલક માતાનો ગુનો ઢાંકવા માટે પોલીસને ખોટી માહિતી આપી હતી. 
બાળકીએ સોફા પર જ્યા પેશાબ કરી હતી, ત્યાં જ મોઢુ દબાવીને પાલક માતાએ મારી નાખી

હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીમાં ત્રણ વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાલક માતાએ જ ત્રણ વર્ષની યશ્વીનુ જમીનમાં માથુ અથડાવીને હત્યા કરી હતી. પાલક માતાએ બાળકીએ પેશાબ કરવા જેવી સામાન્ય વાતમાં તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, પિતાએ પાલક માતાનો ગુનો ઢાંકવા માટે પોલીસને ખોટી માહિતી આપી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતાં ધવલ માધવભાઇ ત્રિવેદીની અઢી વર્ષની દિકરી યશ્વીનું ગઇકાલે ભેદી મોત નિપજ્યું હતું. ત્યારે યશ્વીના મામાને યશ્વીના મોત અંગે શંકા ગઈ હતી, ત્યારે તેમણે યશ્વીના મોતની શંકા વ્યક્ત કરી હતી. તેથી પોલીસ સામે હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસે યશ્વીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે, યશ્વીનું મોત શ્વાસ રૃંધાવાથી થયું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યુ હતું કે, પાલક માતાએ ત્રણ વર્ષની યશ્વીની માથુ જમીનમાં અથડાવીને હત્યા કરી હતી. 

હત્યાના બનાવને અકસ્માતના બનાવમાં ખપાવવા માટે યશ્વીના પિતાએ પોલીસ સામે નવી સ્ટોરી ઉભી કરી. બન્યું એમ હતું કે, ધવલ ત્રિવેદીના લગ્ન રીના સાથે થયા હતા. પણ ધવલ ત્રિવેદી રીનાને છોડીને મોરબીમાં તેની ગર્લફ્રેન્ડ રશ્મી વરીવાલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા ગયો હતો. તેની સાથે તે તેની ત્રણ વર્ષની દીકરી યશ્વીને પણ લઈ ગયો હતો. રીનાએ પણ યશ્વીનો કબજો મેળવવા માટે તેવા પ્રયાસો કર્યા હતા, પણ તેવા સમયે જ બાળકીનું મોત નિપજ્યું
હતું. 

થયું એવુ હતું કે, યશ્વીએ સોફા પર પેશાબ કરીને સોફો બગાડ્યો હતો. તેથી તેની પાલક માતાએ સોફો બગાડાત તેણે જ્યા પેશાબ કર્યો હતો, ત્યાં જ તેનુ મોઢુ દબાવીને શ્વાસ રુંધીને માર માર્યો હતો. પરંતુ પાલક માતાએ તે સોફા પરથી પડી ગઈ હોવાની સ્ટોરી બનાવીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે મામાની ફરિયાદ પર તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news