તમામ મોબાઈલ યુઝર્સને સરકાર આપી રહી છે 28 દિવસ માટે ફ્રી રિચાર્જ?

Fact Check: સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુ વાયુવેગ પ્રસરતી હોય છે. ત્યારે હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે સરકાર તમામ મોબાઈલ યુઝર્સને 28 દિવસમાં માટે ફ્રી રિચાર્જ આપી રહી છે. જો કે ફેક્ટ ચેક PIBએ આ અંગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સ્પસ્ટતા કરી છે.
 

તમામ મોબાઈલ યુઝર્સને સરકાર આપી રહી છે 28 દિવસ માટે ફ્રી રિચાર્જ?

Fact Check: ટેલીકોમ કંપનીઓ લોકોને આકર્ષવા માટે યૂઝર્સને રિચાર્જ માટે અલગ અલગ ઓફર આપતી હોય છે. તહેવાર હોય કે ઉત્સવ દરેક અવસર પર મોબાઈલ કંપનીઓ આવી ઓફર આપતી હોય છે. પરંતુ હાલ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામા આવી રહ્યો છે. સરકાર એક ખાસ યોજના અંતર્ગત તમામ યૂઝર્સને 28 દિવસ માટે ફ્રી મોબાઈલ રિચાર્જ કરાવશે.

A #WhatsApp message claims that the central government is offering all users a recharge of ₹239 for 28 days under the 'Free Mobile Recharge Scheme' #PIBFactCheck:

✔️This claim is #fake

✔️No such announcement has been made by the Government Of India pic.twitter.com/AICm63ga8W

— PIB Fact Check (@PIBFactCheck) March 26, 2023

શું છે વાયરલ મેસેજની વાસ્તવીકતા?
વાયલ વોટ્સઅપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ મોબાઈલ યૂઝર્સને મફતમાં મોબાઈલ રિચાર્જ યોજના હેઠળ 28 દિવસ માટે 239 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં આપી રહી છે. મેસેજમાં રિચાર્જ માટે લોકોને એક લીંક પર ક્લીક કરવાની સલાહ પણ આપવામાં આવી છે. બીજા લોકોએ આ ઓફરનો લાભ પણ લીધો છે તેવું પણ દર્શાવવામાં આવ્યું છે. મેસેજમાં રિચાર્જની છેલ્લી તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાયરલ મેસેજ ખોટો સાબિત થયો
સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા બાદ PIB ફેક્ટ ચેકની ટીમે આની તપાસ કરી. જેમાં વાસ્તવીકતા એવી સામે આવી કે આ વાયરલ મેસેજ ફેક છે.  PIBએ આ મેસેજને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું કે આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના નથી ચલાવતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news