જમ્મુ-કાશ્મીરની કલમ 35A પર માહોલ ખુબ ગરમ, સરકાર પાસે છે આ વિકલ્પ
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 35Aને લઈને દેશમાં માહોલ ગરમ છે. સરકાર પાસે તેને હટાવવાની માગણી ઉઠી છે. કલમ 35A હટાવવાનો મામલો ભલે સુપ્રીમ કોર્ટમાં હોય પરંતુ તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. પુલવામા હુમલા બાદ સરકાર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવા પર સતત દબાણ બની રહ્યું છે. આવામાં સરકાર પાસે કયા કયા ઓપ્શન હોઈ શકે છે તેના પર જાણકારોના પોત પોતાના મત છે.
1. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35A હટાવવા માટે વટહુકમ લાવી શકે છે.
2. કેન્દ્ર સરકાર જો વટહુકમ લાવે તો તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ લોકસભા ચૂંટણીના બરાબર પહેલા તેના ટાઈમિંગ પર સવાલ ઉઠી શકે છે. જાણકારોનું કહેવું છે કે ચૂંટણી પહેલા અને પુલવામા હુમલા બાદ પ્રદેશમાં સ્થિતિ સંવેદનશીલ છે અને આવામાં વટહુકમ લાવવો યોગ્ય નથી.
3. બંધારણના જાણકાર એમ પણ કહે છે કે મૂળ બંધારણમાં કલમ 35એ સામેલ નહતી. તેને બંધારણીય સભા દ્વારા પસાર કરાઈ નથી. તેને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં સામેલ કરવામાં આવી હતી. આથી ફક્ત રાષ્ટ્રપતિના આદેશથી જ તેને હટાવી શકાય છે.
4. કેટલાક જાણકારોનું કહેવું છે કે રાષ્ટ્રપતિના આદેશ બાદ પણ તેને હટાવવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલની સહમતિ જરૂરી છે. કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર નથી. આવામાં રાજ્યપાલ જ સર્વેસર્વા છે. જો વિધાનસભા ભંગ ન થઈ હોત તો વિધાનસભા પાસેથી તેની સહમતી લેવી પડત.
5. આમ તો સરકારના વિશ્વસનીય સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ મામલો હાલ કોર્ટમાં છે, આથી હાલ સરકાર આ મામલે કોર્ટના ચુકાદાની રાહ જોશે. જે રીતે અયોધ્યા મામલે સરકારનું સ્ટેન્ડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે