દેશની સૌથી મોટી સરકારી બેન્કની નોકરીમાં થશે 25 ટકાનો ઘટાડો

એસબીઆઈએ આગામી 5 વર્ષ સુધી નિવૃત થઈ રહેલા કર્મચારીઓના સ્થાન પર માત્ર 75 ટકા નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. 
 

દેશની સૌથી મોટી સરકારી બેન્કની નોકરીમાં થશે 25 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી 5 વર્ષ સુધી નિવૃત થઈ રહેલા કર્મચારીઓના સ્થાન પર માત્ર 75 ટકા નવા કર્મચારીઓની નિયુક્તિઓનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ થયો કે, બેન્કમાં 25 ટકા નોકરીઓનો ઘટાડો થશે. નાણાકિય વર્ષ 2018ની શરૂઆતમાં બેન્કે નિવૃત થઈ રહેલા 12 હજાર લોકોની જગ્યાએ માત્ર 10 હજાર લોકોની નિમણૂંક શરૂ કરી છે. આ ઘટાડાનું કારણ ટેકનોલોજીનો વધતો ઉપયોગ ગણાવવામાં આવી રહ્યું છે. 

દેશમાં બેરોજગારીનો મળી રહ્યો છે બેન્કને ફાયદો 
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે બેન્કના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, દેશમાં રોજગારની સ્થિતિ સારી ન હોવાને કારણે તેને વિભિન્ન પદ્દો માટે સૌથી સારા ઉમેદવારો મળી રહ્યાં છે. તેના પ્રમાણે રેલવેની જેમ ભારતીય સ્ટેટ બેન્ક છેલ્લા બે વર્ષમાં લિપિકના 8 હજાર પદો માટે 28 લાખ અરજીઓ મળ્યા હતા. લિપિક તરીકે સર્વિસ સાથે જોડાયેલા આશરે 80 ટકા ઉમેદવાર એમબીએ છે કે એન્જિનિયરની સ્કિલના છે. 

ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને કોર્પોરેટ વિકાસ અધિકારી પ્રશાંત કુમારે કહ્યું,  આ અમારા માટે સારૂ છે. લિપિકના સ્તર પર અમને સારા લોકો મળી રહ્યાં છે, જેને ટેક્નોલોજી અને અન્ય વસ્તુથી જાણકાર છે. તેણે આગળ કહ્યું કે, આ લોકોના કરિયરમાં પ્રગતિ ઝડપથી થઈ રહી છે. લિપિકના રૂપમાં સેવા સાથે જોડોયા બાદ તેમાંથી ઘણા અધિકારીના રૂપમાં પ્રમોશન માટે આંતરીક સેવાઓમાં સામેલ થશે. મહત્વનું છે કે ગત વર્ષે રેલવેએ 90 હજાર પદ્દ માટે અરજીઓ મંગાવી હતી, તેના માટે 2.3 કરોડ અરજીઓ આવી હતી. 

વિશ્વભરમાં બેન્ક પોતાની ટેક્નોલોજીના વિકાસને જોતા પોતાની કાર્યશૈલીમાં ફેરફાર કરી રહી છે. બ્રિટનની પ્રમુખ એચએસબીસીએ દેશમાં પોતાના નેટવર્કને અડધુ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે પણ ઓટોમેશનને જોતા પોતાની 200 શાખાઓને બંધ કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news