લોકસભામાં ગુજરાતની આ 4 સીટ જીતવી ભાજપ માટે જ નહિ, PM મોદી માટે પણ અઘરી છે!!!
બીજેપી ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે. પણ શું ખરેખર બીજેપી ફરી 26 બેઠકો ગુજરાતમાં જીતી શકે છે? શું ખરેખર મોદી લહેર ગુજરાતમાં ફરી જોવા મળશે કે પછી ગુજરાતમા પણ ચહેરા બદલવા પડશે? જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ રિપોર્ટમાં કે વર્તમાન પરિસ્થિતિ મુજબ બીજેપી માટે કંઈ કંઈ બેઠકો છે નબળી અને કંઈ કંઈ બેઠકો પર ઉમેદવાર બદલવો પડી શકે છે.
Trending Photos
હિતેન વિઠલાણી/દિલ્હી : બીજેપી ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે. પણ શું ખરેખર બીજેપી ફરી 26 બેઠકો ગુજરાતમાં જીતી શકે છે? શું ખરેખર મોદી લહેર ગુજરાતમાં ફરી જોવા મળશે કે પછી ગુજરાતમા પણ ચહેરા બદલવા પડશે? જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ રિપોર્ટમાં કે વર્તમાન પરિસ્થિતિ મુજબ બીજેપી માટે કંઈ કંઈ બેઠકો છે નબળી અને કંઈ કંઈ બેઠકો પર ઉમેદવાર બદલવો પડી શકે છે.
બીજેપી દાવો કરી રહી છે કે, 2014 કરતા પણ વધુ બહુમતીથી ૨૦૧૯ ચૂંટણીમા મોદી ફરી એકવાર પીએમ બનશે અને ગુજરાતના ઇતિહાસમા જે જોવા મળ્યું હતું કે, લોકસભાની ૨૬ બેઠકો કોઈ એક પાર્ટીને મળી હોય તે ઇતિહાસ મોદી ગુજરાતમાં ફરી રિપીટ કરશે. શું ખરેખર ૨૦૧૪નો ઇતિહાસ ગુજરાતમાં રિપીટ થઈ રહ્યો છે? સવાલનો જવાબ જાણીશું પણ પહેલા સાંભળો દેશની હાલની પરિસ્થિતિને લઈ પીએમ મોદી ખુદ કેટલા આશ્વસ્ત છે. પણ વર્તમાન પરિસ્થિતિ મુજબ અત્યાર સુધી બીજેપી 26 માથી 22 બેઠકો સરળતાથી જીતી રહી છે. માત્ર ચાર બેઠકો હાલની પરિસ્થિતિ મુજબ બીજેપી માટે નબળી છે. આ બેઠકો પર બીજેપીને વધુ મહેનત કરવાની જરૂર છે.
બેઠક-૧ : આણંદ
બીજેપી સુત્રો મુજબ આણંદ પર વર્ષોથી કોંગ્રેસનો કબજો રહ્યો છે, ને 2014ની મોદી લહેરમા બીજેપીને અહી સીટ મળી હતી ને 2017 વિધાનસભા ચૂંટણીમા ફરી કોંગ્રેસે આણંદ બેઠક પર કબજો જમાવ્યો. જેથી આણંદ પર કબજો મેળવવો બીજેપી માટે સરળ નથી.
બેઠક-૨ : અમરેલી
અમરેલીમાં પણ 2017ના પરીણામો કંઈક એવું જ દર્શાવે છે કે વિરોધી પક્ષ નેતા પરેશ ધાનાણી અને અમરેલી પર થયેલા કોંગ્રેસના કબજાના કારણે તેને જીતવી સરળ નથી. તો સાથે જ બીજેપીમા આંતરિક જૂથવાદ પણ અમરેલીમાં વધુ છે, જેના કારણે અમરેલી બેઠક પર બીજેપીને વધુ મહેનતની જરૂર છે. સાથે જ વર્તમાન વર્તુળો બતાવી રહ્યા છે કે, હાર્દિક પટેલ અમરેલીથી ચુંટણી લડે તો કોંગ્રેસના ટેકાથી હાર્દિક સાંસદ પણ બની શકે છે અને તેની તૈયારીના ભાગરૂપે હાર્દિકનું ચૂંટણીના મેદાનમા આવવાનું એલાન અને અમરેલીમા વધુ ફરવું એ ઈશારો પણ બીજેપીને આપે છે.
બેઠક-૩ : જુનાગઢ
જુનાગઢ બેઠકમાં પણ 2017ના પરિણામોની અસરના કારણે બીજેપી માટે જીત હાંસિલ કરવી સરળ નથી. યુવા સાંસદ તરીકે 2014માં રાજેશ ચુડાસમાએ જીત તો મેળવી હતી, પણ ફરી ટીકીટ મળવા બાદ પણ ચુડાસમાને ફરી સાંસદ બનાવવા માટે એક મોદી લહેરની જરૂર છે.
બેઠક-૪ : પાટણ
પાટણ બેઠક પર ભલે બીજેપીનો કબજો હોય પણ પાટણ બેઠક પણ વિધાનસભાના પરિણામોને ધ્યાનમા રાખી બીજેપી માટે નબળી બેઠક ગણાઈ રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પાટણ બેઠક પરથી સાંસદ બનવા માટે મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ સુત્રો મુજબ બીજેપીની નબળી બેઠકો પરથી કોંગ્રેસના મજબૂત ઉમેદવારને ટિકીટ અપાશે. જેથી તે બેઠકો પર વિધાનસભાની જેમ લોકસભામાં પણ કબજો મેળવી શકાય..
આણંદ, જુનાગઢ, અમરેલી અને પાટણ આ ચાર બેઠકો ને બાદ કરીએ તો બીજેપી ગુજરાતમાં ૨૨ બેઠકો પર ફરી કબજો સરળતાથી મેળવી શકે છે. પણ આ ચાર બેઠકો પર મોદી મેજીક કામ કરી ગયું તો ૧૦% આર્થિક અનામતના નિર્ણય બાદ આ ચાર બેઠકો પણ મેળવી શકાય છે.
...તો બીજા કોની ટિકીટ કપાઈ શકે છે
આ તો વાત હતી નબળી બેઠકોની પણ, બીજેપી સૂત્રોની માનીએ તો ગુજરાતમાં પણ સાંસદોની ટિકીટ કપાશે. કારણકે પીએમ મોદીએ નમો એપના માધ્યમથી દેશભરમાં પોતાના સાંસદોનો રિપોર્ટ કાર્ડ માંગ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ થશે અને સાંસદોનું ફરી સાંસદ બનવું મુશ્કેલ બનશે.
- સંભવિત ટીકિટ કપાનાર સાંસદોના લિસ્ટમાં સૌથી પહેલુ નામ અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનું છે. બીજેપી સુત્ર મુજબ પરેશ રાવલ આ વખતે અમદાવાદની જગ્યાએ મુંબઈથી લોકસભા ચૂંટણી લડી શકે છે. પણ પરેશ રાવલનો નેગેટીવ રિપોર્ટ પણ બીજેપી પાસે પહોંચ્યો છે. એ મુજબ પરેશ રાવલે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમા કેન્દ્રની એકપણ યોજનાઓનો પ્રચાર પોતાના મત વિસ્તારમાં કર્યો નથી. તેમજ પરેશ રાવલ પોતાના મત વિસ્તારમા પણ ઓછું ફર્યા છે, જેથી તેમની ટિકીટ કાપવી પાર્ટી માટે જરૂરી પણ છે.
- અન્ય બેઠકો પર સાંસદો માટે તૈયાર કરાયેલો રિપોર્ટ કાર્ડ જોતા બીજેપી ભાવનગર-બોટાદ સાંસદ ભારતીબેન શિયાળ, મહેસાણા જયશ્રીબેન પટેલ, વડોદરા રંજન ભટ્ટ, સુરત દર્શના જરદોસની ટિકીટ કામગીરીના આધારે કાપી શકે છે.
- અન્ય કેટલાક સાંસદોની ઉંમર અને બીજેપીની 75 વર્ષની વય મર્યાદાવાળા નિયમને ધ્યાનમાં રાખી ટિકીટ કપાઈ શકે છે. જેમાં ગાંધીનગર સાંસદ લાલકૃષ્ણ આડવાની અને પાટણ લીલાધર વાઘેલાનો સમાવેશ છે.
- નાદુરસ્ત તબિયતને જોતા પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની પણ ટિકીટ કપાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે