માતા વૈષ્ણોદેવીનાં ભક્તો માટે ખુશખબર, હવે જૂની ગુફાના થશે સ્વર્ણિમ દર્શન
65 દિવસમાં તૈયાર કરાયો 16 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો દરવાજો. આ સુવર્ણ દ્વારમાં એક હજાર કિલો ચાંદી, એક હજાર કિલો તાંબું અને 10 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ સુવર્ણ દ્વાર બનાવવામાં રૂ.10 કરોડનો ખર્ચ થયો છે.
Trending Photos
કટરાઃ શારદીય નવરાત્રીમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા ભક્તો માટે એક ખુશખબર છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા માતા વૈષ્ણો દેવીની પ્રાચીન ગુફાના પ્રવેશદ્વારને સોને મઢવામાં આવ્યો છે. 29 સપ્ટેમ્બરના પહેલા નોરતાથી શ્રદ્ધાળુઓ આ સુવર્ણ દ્વારના દર્શન કરી શકશે. આ સુવર્ણ દ્વાર બનાવવામાં રૂ.10 કરોડનો ખર્ચ થયો છે.
65 દિવસમાં તૈયાર કરાયો 16 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો દરવાજો. આ સુવર્ણ દ્વારમાં એક હજાર કિલો ચાંદી, એક હજાર કિલો તાંબું અને 10 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. મુખ્ય દરવાજા પર 25 કિલોની સોના-ચાંદીની ઘંટડી લગાવાઈ છે. સુવર્ણ દ્વાર પર સૌથી ઉપર સુવર્ણજડિત છત્ર, 3 સુવર્ણ ગુમ્બજ અને સૌથી નીચે 2 સિંહ બનાવાયા છે. સુવર્ણ દ્વારાની બંને તરફ દેવી-દેવતાઓનાં ચિત્ર અને માતાની આરતી લખવામાં આવી છે.
માં વૈષ્ણદેવીના આ સ્વર્ણિમ પ્રવેશ દ્વાર પર ગુમ્બજની સાથે જ 3 સોનાના ધ્વજ અને વિશાળ સુવર્ણયુક્ત છતરી પણ બનાવાઈ છે. માતા વૈષ્ણોદેવીના 9 સ્વરૂપને પણ કોતરવામાં આવ્યા છે. આ 9 રૂપ છે (શૈલપુત્રી, ચંદ્રઘંટા, કૂષમાંડા, સ્કંદમાતા, કાત્યાયાની, મહાગૌરી, સિદ્ધિયાત્રી, કાલરાત્રિ, બ્રહ્મચારિણી). પ્રવેશ દ્વારની જમણી બાજુએ મહાલક્ષ્મી(Mahalaxmi)નું 6 ફૂટ લાંબુ સુવર્ણયુક્ત ચિત્ર અંકિત કરાયું છે.
સુવર્ણયુક્ત આ પ્રવેશ દ્વારના અંદર ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાથે જ ભગવાન સૂર્ય દેવના ચિત્ર પણ કોતરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રવેશ દ્વારની ઉપરની સપાટી પર ભગવાન ગણેશની સાથે હનુમાનની આકૃતિ પણ કોતરવામાં આવી છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે