178 વર્ષ જૂની ટ્રાવેલ કંપની 'થોમસ કૂકે' ફૂંક્યૂં દેવાળું, લાખો પ્રવાસીઓ ફસાયા
વિશ્વની સૌથી જૂની પ્રવાસનાં આયોજન કરતી બ્રિટનની 'થોમસ કૂક' કંપનીએ દેવાળુ ફૂંક્યું છે. કંપનીઓ પોતાની તમામ ફ્લાઈટ અને હોલિડે બૂંકિંગ રદ્દ કરી દીધા છે. કંપનીએ પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી જાહેર કરી છે. કંપનીએ સોમવારે સવારે લગભગ 6 લાખથી વધુ પ્રવાસીઓનું બૂકિંગ રદ્દ કરી દીધું છે. જોકે, એવું કહેવાય છે કે, ભારતમાં સંચાલિત 'થોમસ કૂક' પર તેની કોઈ અસર નહીં થાય.
Trending Photos
લંડનઃ વિશ્વની સૌથી જૂની પ્રવાસનાં આયોજન કરતી બ્રિટનની 'થોમસ કૂક' કંપનીએ દેવાળુ ફૂંક્યું છે. કંપનીઓ પોતાની તમામ ફ્લાઈટ અને હોલિડે બૂંકિંગ રદ્દ કરી દીધા છે. કંપનીએ પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી જાહેર કરી છે. કંપનીએ સોમવારે સવારે લગભગ 6 લાખથી વધુ પ્રવાસીઓનું બૂકિંગ રદ્દ કરી દીધું છે. જોકે, એવું કહેવાય છે કે, ભારતમાં સંચાલિત 'થોમસ કૂક' પર તેની કોઈ અસર નહીં થાય.
બ્રિટનની સરકારે જણાવ્યું કે, થોમસ કૂકના પ્રવાસ પર ગયેલા બ્રિટનના જે 1.5 લાખ ગ્રાહકો છે, તેમને પાછા લાવવા સરકારની પ્રાથમિક્તા રહેશે. સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, થોમસ કૂકની 4 એરલાઈન્સે પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.
We are sorry to announce that Thomas Cook has ceased trading with immediate effect.
This account will not be monitored.
Please visit https://t.co/WWiKkzLYQJ for further advice and information.#ThomasCook pic.twitter.com/Nf1X3jn97x
— Thomas Cook (@ThomasCookUK) September 23, 2019
21 હજાર કર્મચારી બેરોજગાર
16 દેશમાં કંપનીના 21 હજાર કર્મચારીઓ એક ઝટકે બેરોજગાર થઈ ગયા છે. માત્ર બ્રિટનમાં જ 9000 કર્મચારી બેરોજગાર થયા છે. થોડા મહિના અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટના કારણે તેના બુકિંગમાં મંદી આવી છે, જેના કારણે તેના પર દેવું વધી ગયું છે.
વિશ્વની સૌથી જુની કંપની
થોમસ કૂક આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરતી વિશ્વની સૌથી જુની, લગભગ 178 વર્ષ જુની કંપની છે. આ કંપનીએ વર્ષ 1841માં પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે આ કંપની 16 દેશમાં ધંધો કરે છે. કંપની પર 125 કરોડ પાઉન્ડનું દેવું છે.
ભારતની થોમસ કૂક પર અસર નહીં
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઓપરેટ કરતી થોમસ કૂક ઈન્ડિયા પર તેની કોઈ અસર થશે નહીં. હકીકતમાં, થોમસ કૂક ઈન્ડિયાનો 77 ટકા હિસ્સો 2012માં કેનેડાના ગ્રૂપ ફેયરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગે ખરીદી લીધો હતો. ત્યારથી થોમસ કૂક યુકેનો થોમસ કૂક ઈન્ડિયામાં કોઈ હિસ્સો નથી. થોમસ કૂક ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, કંપનીની આર્થિક સ્થિતિ મજબૂત છે.
આ કારણે બંધ થઈ કંપની
દુનિયાની સૌથી જુની પ્રવાસન કંપની લાંબા સમયથી નાણાની તંગીનો સામનો કરી રહી હતી. બેન્કોની એક સમિતિએ કંપનીએ કરેલી વધારા ફંડની માગણીનો પ્રસ્તાવ અટકાવી દીધો હતો. ગયા મહિને ઓગસ્ટમાં થોમસ કૂકે રિકેપિટલાઈજેશન સાથે જોડાયેલી એક યોજના અંગે ચીનની શેરહોલ્ડર ફોસુન સાથે એક સોદાની મુખ્ય શરદો પર સહમતિ વ્યક્ત કરી હતી. આ સોદો 1.1 અબજ ડોલરનો હતો.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે