નીચી જાતીનાં યુવક સાથે પ્રેમ વિવાહ, પરિવારે જીવતી પુત્રીનો અંતિમ સંસ્કાર કર્યો
મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લામાં યુવતીએ નીચી જાતીનાં યુવક સાથે વિવાહ કરી લેતા પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી, મુંડન કરાવ્યું અને મૃત્યુ ભોજનું આયોજન પણ કર્યુ
Trending Photos
ઝાંબુવા : મધ્યપ્રદેશના ઝાંબુવા જિલ્લામાં એક પરિવારે પોતાની જીવતી પુત્રીની અર્થી કાઢીને તેનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો. એવું તેમણે એટલા માટે કર્યું કારણ કે તેની પુત્રીએ નીચી જાતીનાં યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જીવતી યુવતીના અંતિમ સંસ્કારમાં માત્ર તેનો પરિવાર જ નહી પરંતુ તેના સંબંધીઓ સહિત સમગ્ર ગામનાં લોકો પણ હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ મૃત્યુ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું.
કિસ્સો બેરીગામનો છે. જ્યાં બરિયા પરિવારની યુવતી કુસુમ ( 20 વર્ષ) 27 ઓક્ટોબરે ગુમ થઇ ગઇ હતી. પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કુસુમ ઘરેથી કોલેજ જવાનું કહીને નિકળી હતી પરંતુ ઘરે પરત ફરી નહોતી. જ્યારે તેનાંકોલેજના મિત્રોની પુછપરછ કરવામાં આવી તો માહિતી મળી કે તેણે અલીરાજપુર જિલ્લાનાં ભાભરા ગામનાં નિવાસી નાનુ ડાંગી સાથે પ્રેમ વિવાહ કરી લીધા હતા. બંન્ને કોલેજમાં જ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.
કોર્ટમાં કહ્યું પતિની સાથે જ રહેશે
પોલીસે કુસુમની પકડીને કોર્ટમાં હાજર કરી હતી. અહીં તેણે નિવેદન આપ્યું કે તે નાનૂ સાથે લગ્ન કરી ચુકી છે અને તેની સાથે જ રહેવા માંગે છે. તેણે પોતે પુખ્ત હોવાનાં દસ્તાવેજો પણ રજુ કર્યા હતા. તેને એસડીએમનાં નાનૂની સાથે મોકલી દીધા પરંતુ કુસુમનો પરિવાર તે સહન કરી શક્યો નહોતો.
પરિવારે કહ્યું અમારા માટે મરી ગઇ પુત્રી
કુસુમની બહેન શામૂએ જણાવ્યું કે, અમારા કાકાના પરિવારે કહ્યું કે, કુસુમના અંતિમ સંસ્કાની તૈયારી કરે કારણ કે તે અમારી લોકો માટે મરી ચુકી છે. તેમણે કહ્યું કે, અમે તેને કોલેજમાં ભણવા માટે મોકલી હતી પરંતુ તેણે નીચી જાતીનાં લગ્ન સાથે લગ્ન કરી લીધા.
તમામ સામાન અને તસ્વીરો મુકીને બનાવી ચિતા
ઘરનાં લોકોએ તમામ સંબંધીઓ અને ગામમાં કુસુમનાં મરવાની માહિતી આપી દીધી.તેમનાં ઘરમાં શોક વ્યક્ત કરનારા લોકો એકત્ર થવા લાગ્યા. એક ચિતા બનાવવામાં આવી અને કુસુમની તસ્વીર તે ચિતા પર મુકવામાં આવી. તેના પુસ્તકો, કપડા અને તમામ સામાન ચિતામાં રાખીને બાંધી દેવામાં આવ્યો.
ગામમાં કાઢવામાં આવી અંતિમ યાત્રા
ફુલ માળા પહેરાવીને ઘરવાળા કુસુમની ચિતા પર રડવા લાગ્યા હતા. તેની ચિંતા ખભા પર ઉઢાવીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવી અને પછી સ્મશાનમાં તેની ચિતાને આગ લગાવી દેવામાં આવી. કુસુમનાં ઘરે જેટલી પણ તેની તસ્વીરો હતી તે સળગાવી દેવામાં આવી.
માથુ મુંડાવીને ભોજન સમારંભનું આયોજન
કુસુમના પરિવારજનો એટલેથી નહોતા અટક્યા. ઘરે આવીને તે લોકોએ પોતાનું મુંડન કરાવ્યું. ઘરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાર બાદ મોત પાછળ થતું ભોજનનું આયોજન કરવામાં આવ્યું. તે દરમિયાન ગામનાં તમામ લોકોને ભોજન પિરસવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે