VIDEO: દિલ્હીની અત્યંત શરમજનક ઘટના, યુવકે યુવતીને ગડદાપાટુ માર માર્યો

રાજધાની દિલ્હીમાં એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં યુવકે એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરી અને આ પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

VIDEO: દિલ્હીની અત્યંત શરમજનક ઘટના, યુવકે યુવતીને ગડદાપાટુ માર માર્યો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં યુવકે એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરી અને આ પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

મળતી માહિતી મુજબ દિલ્હીના તિલક નગરમાં એક યુવકે એક યુવતીને ઢોરમાર માર્યો. યુવતીને યુવક દ્વારા માર મારતો આ વીડિયો હાલ વાઇરલ થયો છે. જેમાં યુવક યુવતીની દયા ખાધા વગર તેને માર મારી રહ્યો છે. વીડિયોમાં તેના મિત્ર દ્વારા તેને માર ન મારવા માટે કહેવામાં પણ આવે છે પરંતુ આમ છતાં યુવક માર મારી રહ્યો છે. યુવતીને માર મારતો આ વીડિયો અન્ય એક યુવતીને પણ મોકલી દીધો હતો. સાથે જ જે યુવતીને આ વીડિયો મોકલ્યો હતો તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે યુવતી તેની સાથે લગ્ન નહી કરે તો તેની પણ આવી જ હાલત કરવામાં આવશે.

જો કે યુવતીએ હિમ્મત દેખાડીને તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી. વીડિયોમાં માર મારતો યુવક દિલ્હીમાં સબ ઇન્સપેક્ટરનો દિકરો હોવાનું જાણવા મળ્યું છે. યુવકનું રામ રોહિત છે. છેલ્લે મળતી માહિતી મુજબ પીડિત યુવતી અને મારનારો યુવક રોહિત રિલેશનશીપમાં હતાં અને યુવક સતત તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. યુવતીનું કહેવું છે કે હવે તેનું બ્રેક અપ થઈ ગયું છે અને તે રોહિતને મળવા માંગતી નથી. 

રાજનાથ સિંહે ગંભીરતાથી નોંધ લીધી
વીડિયો વાઈરલ થતા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આજે ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હીના તિલકનગરમાં એક વ્યક્તિ દ્વારા યુવતીને નિર્દયતાથી મારવાનો વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news