અમદાવાદના રાજપથ ક્લબના સ્વિમિંગ કોચે યુવતીને પટ્ટાથી ફટકારી, વીડિયો વાયરલ

રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને ખુલ્લા શરીર પર પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે

અમદાવાદના રાજપથ ક્લબના સ્વિમિંગ કોચે યુવતીને પટ્ટાથી ફટકારી, વીડિયો વાયરલ

અમદાવાદ: અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર ક્લબ ફરી એક વાર વિવાદમાં આવી છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને ખુલ્લા શરીર પર પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાં પર ખરેખર કલંક લગાવી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક નામને આ નેશનલ સ્વિમિંગ કોચ છે.

યુવતીઓ પર અત્યાચાર છતાં કોઇ ફરિયાદ નહિ
શહેરના ફાઈવ સ્ટાર ક્લબ રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના લગભગ પાંચ વાગ્યાનો આ વીડિયો છે. સ્વિમિંગ શીખી રહેલી બે યુવતીઓને કોચ પટ્ટા વડે ફટકારી રહ્યો છે, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે. અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધુ નિહાળી રહી છે. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યો પણ કોઈ એક્શન લે તે માટે ચિંતા કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news