હાપુડમાં દલિત મહિલા પર ગેંગરેપ, પોલીસે પણ મદદ ન કરી તો છેવટે જાતને સળગાવી...

રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેંગરેપ પર ચાલી રહેલી રાજકીય નિવેદનબાજી વચ્ચે ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના જનપદ હાપુડના પોલીસ સ્ટેશનની હદના બાબુગઢના એક ગામમાં મહિલાએ ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. ગેંગરેપ પીડિતા અનેક વર્ષોથી ન્યાય માટે આમ તેમ ઠેબા ખાઈ રહી છે. સ્થાનિક એસપી યશવીર સિંહના આદેશ પર 14 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે. 

હાપુડમાં દલિત મહિલા પર ગેંગરેપ, પોલીસે પણ મદદ ન કરી તો છેવટે જાતને સળગાવી...

હાપુર: રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેંગરેપ પર ચાલી રહેલી રાજકીય નિવેદનબાજી વચ્ચે ઉત્તર પ્રદેશના હાપુરમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના જનપદ હાપુરના પોલીસ સ્ટેશનની હદના બાબુગઢના એક ગામમાં મહિલાએ ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. ગેંગરેપ પીડિતા અનેક વર્ષોથી ન્યાય માટે આમ તેમ ઠેબા ખાઈ રહી છે. સ્થાનિક એસપી યશવીર સિંહના આદેશ પર 14 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે. 

કહેવાય છે કે મહિલાની ફરિયાદ પોલીસ સતત અવગણી રહી હતી, આ વાતથી પરેશાન થઈને મહિલાએ પોતાને આગને હવાલે કરી દીધી. પીડિત મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પીડિતાનો દિલ્હીની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ હાપુરની પોલીસ હરકતમાં આવી. પોલીસે કાર્યવાહી ન કરી તો મહિલાએ પોતાને આગને હવાલે કરી દીધી. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે. 

અત્રે જણાવવાનું કે પીડિતાનું પીયર હાપુડના પોલીસ  સ્ટેશનની દના સિંભાવલીના એક ગામમાં છે.  તેના લગ્ન સૌ પ્રથમ હાપુડના સ્વર્ગ આશ્રમ રોડના રહીશ સાથે થયા હતાં. પીડિત મહિલાએ આ વ્યક્તિને છોડી દીધા બાદ બાબુગઢ વિસ્તારના એક ગામમા રહેતા વ્યક્તિ સાથે એપ્રિલ 2012ના રોજ ગઢમાં કોર્ટ મેરેજ કર્યા હતાં. 

પૂર્વ પ્રધાન અનિલ કુમારે જણાવ્યું કે મહિલાનો પતિ અને અન્ય ગ્રામીણોનું માનીએ તો પીડિતા ગામમાં જ રહેતા એક અન્ય વ્યક્તિ સાથે લગભગ દોઢ વર્ષ પહેલા જતી રહી હતી. ત્યારથી મહિલા ગેંગરેપનો આરોપ લગાવી રહી છે. આ મહિલાના વાઈરલ વીડિયોમાં પીડિતા 5 લોકો પર આરોપ લગાવી રહી છે. આ બાજુ હાપુડ પોલીસે 14 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

જુઓ LIVE TV

હાપુડના એસપી યશવીર સિંહનું કહેવું છે કે પીડિત મહિલાએ મુરાદાબાદના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની હદમાં પોતાને આગ લગાવી હતી. એક વીડિયો જે વાઈરલ થઈ રહ્યો છે, તેમાં પીડિતા 2016માં પોતાની સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના ગણાવી રહી છે. મામલામાં 14 લોકો સામે કેસ  દાખલ કરાયો છે. તપાસ ચાલુ છે. તપાસ બાદ જો પીડિતાના આરોપ સાચા સાબિત થશે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. 

આ બાજુ આરોપી ગોપાલનું કહેવું છે કે પીડિતા ખુબ ચાલાક છે, જેણે પહેલો પતિ હોવા છતાં તેને મૃત ગણાવીને અમારા ગામના જ એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. હવે લગભગ દોઢ વર્ષ પહેલા આ મહિલા તેના પતિ અને 3 બાળકોને છોડીને ગામના એક યુવક સાથ ભાગી ગઈ હતી. હવે આ મહિલા ગામવાળા પર જૂઠ્ઠા આરોપ લગાવી રહી છે, જે તદ્દન ખોટા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news