ભારત સરકાર ચીનની ગેમ કરશે ઓવર? મોદી સરકાર ટુંક સમયમાં લેશે મોટો નિર્ણય
Trending Photos
નવી દિલ્હી : ભારત-ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ગલવાન વૈલીમાં થયેલા ઘર્ષણ બાદ હવે કેન્દ્ર સરકાર ઝડપથી સમગ્ર દેશમાં ચીની ઉત્પાદનોની ગેમ દેશમાં ઝડપથી પુર્ણ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર સરકારે ઇન્ડસ્ટ્રીને હાલમાં જ તે સસ્તા અને ખરાબ ક્વોલિટી વાળા ઉત્પાદનોની યાદી માંગી છે, જેનો દેશમાં ચીન સાથે ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એવા ઉત્પાદન પર ઝડપથી ચીનથી આયાત કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે.
આત્મનિર્ભર ભારત પર લાગશે પ્રતિબંધ
અમારી સહયોગી વેબસાઇટ ZEEBIZ.COM નાં રિપોર્ટ અનુસાર સરકારે આત્મ નિર્ભર ભારત હેઠળ એક પ્લાન તૈયાર કર્યા છે, જેના કારણે ચીનથી આવતા અનેક ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવીને તેનું મેન્યુફેક્ચરિંગ વધારવામાં આવશે. તે મુદ્દે એક હાઇ લેવલ મીટિંગ પીએમઓમાં થઇ ચુકી છે. આ મીટિંગમાં તેવા ઉત્પાદનો પર લાગતા ટેક્સ અને સ્થાનિક માર્કેટની કિંમતો અંગે પણ ચર્ચા કરવામાં આવી.
આ ઉત્પાદનો પર લાગી શકે છે લગામ
ચીનથી ઇમ્પોર્ટ થનારા અનેક ઉત્પાદન જેવા કે હાથ ઘડિયાળ, દિવાલ ઘડિયાળ, ગ્લાસ રોડ અને ટ્યૂબ્સ, હેર ક્રીમ, હેર શેમ્યુ, ફેસ પાઉનડર, આંખો અને લિપ્સ પર પ્રયોગ થનારા મેકઅપનો સામાન, પ્રિંટિંગ ઇંક, પેન્ટ તથા વાર્નિશ અને અનેક પ્રકારની તંબાકુનો ઉત્પાદનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ ઉત્પાદનોનાં 2014-15થી 2018-19 સુધી આયાતમાં વધારો, સ્થાનિક બજારની કિંમત, દેશમાં ઉત્પાદન વધારવાની કેપેસિટી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ થનાર આયાત અને કસ્ટમ ડ્યુટી વગેરે અંગેનો ડેટા પણ મંગાવવામાં આવ્યો છે. આ ડેટા મળ્યા બાદ જ સરકાર ચીન સાથે આયાતને અટકાવવા અંગે નિર્ણય લેશે.
આ સેક્ટરમાં ચીનનો દબદબો
ચીન સાથે ભારતમાં કુલ 14 ટકાની આયાત થાય છે. આ ઉપરાંક અનેક સેક્ટર્સ જેવા કે, સેલફોન, ટેલિકોમ, પાવર, પ્લાસ્ટિક જેવા રમકડા, દવા માટેનો કાચો માલ વગેરે છે. હાલમાં જ સરકારે ટાયરોની આયાત પર રોક લગાવી દીધો છે. આ ઉપરાંત દેશની સીમાથી લાગનારા દેશોથી થનારા રોકાણની પહેલાથી મંજૂરી લેવી જરૂરી કરી દીધી છે. તેના કારણે ચીની કંપનીઓ ભારતીય કંપનીઓમા કોઇ પ્રકારનાં રોકાણ નહી કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે