રાફેલ ડીલ અંગે SCનાં ચુકાદા બાદ લોકસભામાં હોબાળો, કાર્યવાહી 17મી સુધી સ્થગીત

રાફેલ ફાઇટરજેટ મુદ્દે મોદી સરકારને મોટી રાહત મળી છે. બીજી તરફ સંસદના શીતકાલીન સત્રનાં ચોથા દિવસે બંન્ને સદનમાં રાફેલ ડીલ પર આવેલા ચુકાદા મુદ્દે ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ વિપક્ષે સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. જેપીસીની તપાસ કરવા માટે વિપક્ષ સરકાર પાસે માંગ કરતું રહ્યું. બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે અને હવે કોંગ્રેસાધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. હોબાળો વધતો જોઇને લોકસભા 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

રાફેલ ડીલ અંગે SCનાં ચુકાદા બાદ લોકસભામાં હોબાળો, કાર્યવાહી 17મી સુધી સ્થગીત

નવી દિલ્હી : રાફેલ ફાઇટરજેટ મુદ્દે મોદી સરકારને મોટી રાહત મળી છે. બીજી તરફ સંસદના શીતકાલીન સત્રનાં ચોથા દિવસે બંન્ને સદનમાં રાફેલ ડીલ પર આવેલા ચુકાદા મુદ્દે ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ વિપક્ષે સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. જેપીસીની તપાસ કરવા માટે વિપક્ષ સરકાર પાસે માંગ કરતું રહ્યું. બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે અને હવે કોંગ્રેસાધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. હોબાળો વધતો જોઇને લોકસભા 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

લોકસભામાં હોબાળો વચ્ચે રાજનાતે કહ્યું કે, રાહુલ ગાંધી હવે દેશની માફી માંગવી જોઇએ. રાફેલ ડીલ મુદ્દે તેમણે સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરાબ કરી છે. તેમણે કહ્યું કે, રાફેલ સોદામાં કોઇ જ ગોટાળો નથી થયો. બીજી તરફ હોબાળા વચ્ચે પંજાબથી કોંગ્રેસના સાંસદ સુનિલ જાખડે લોકસભામાં રાફેલ ડીલ અંગે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ વિમાન સોદા અંગે સવાલ ઉઠાવનારી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો. સીજેઆઇ રંજન ગોગોઇએ સુનવણી દરમિયાન કહ્યું કે, આ સોદાની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટમાં કોઇ જ ગોટાળો નથી થયો. એટલા માટે સીટ તપાસ થવી જોઇએ. સીજેઆઇએ કહ્યું કે, રાફેલ વિમાન સોદામાં કિંમતની તપાસ સુપ્રીમ કોર્ટનું કામ નથી. અમે કેટલાક ચોક્કસ લોકોની ધારણાનાં આધારે ચુકાદો આપી શકીએ નહી.

NDA સરકાર અંગે રાફેલ સોદા મુદ્દે વિપક્ષીઓએ આરોપ લગાવ્યો કે દરેક વિમાનને આશરે 1670 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે, જ્યારે યુપીએ સરકાર જ્યારે 126 રાફેલ વિમાનોની ખરીદી માટે વાતચીત કરી રહ્યું હતું તો તેને 526 કરોડ રૂપિયામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટનાં બે વકીલ એમ.એલ શર્મા અને વિનીત ઢાંડા ઉપરાંત એક એનજીએ દ્વારા આ અંગે જનહીત અરજી દાખલ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news