ગુજરાતમાં દીપડાનો દહેશત : ચોટીલાની ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસ્યો 

 ગુજરાતમાં દીપડાનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. આ આતંક એટલી હદે વધી ગયો છે કે, દીપડાઓ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને માનવો પર હુમલા કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્ર નગરના ચોટીલાની કોર્ટમાં દીપડો ઘૂસી જવાનો હાલ બનાવ બન્યો છે. ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસી જતા ભારે નાસભાગ મચી હતી. 
ગુજરાતમાં દીપડાનો દહેશત : ચોટીલાની ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસ્યો 

સચીન પીઠવા/સુરેન્દ્રનગર : ગુજરાતમાં દીપડાનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. આ આતંક એટલી હદે વધી ગયો છે કે, દીપડાઓ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને માનવો પર હુમલા કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્ર નગરના ચોટીલાની કોર્ટમાં દીપડો ઘૂસી જવાનો હાલ બનાવ બન્યો છે. ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસી જતા ભારે નાસભાગ મચી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલામાં કોર્ટમાં દીપડો ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક દીપડો સામે આવતા કોર્ટમાં રહેલ વકીલો, અરજદારો પહેલા તો ગભરાી ગયા હતા, બાદમાં તમામ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે હાલ તો દીપડાને કર્મચારી રૂમમાં પૂરી દેવાયો છે, અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. દીપડાને લઇ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને જોવા માટે કોર્ટની બહાર ભીડ જામી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news