જયપુર સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં 4 આરોપી દોષિત જાહેર, કોર્ટે એકને દોષમુક્ત કર્યો
લગભગ 11 વર્ષ પહેલા જયપુર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું હતું. સાંજે 7.05 વાગે પહેલો વિસ્ફોટ માણક ચોક પોલીસ સ્ટેશન પાસે થયો હતો. ત્યારબાદ સતત 7 વિસ્ફોટ થયા હતાં.
Trending Photos
જયપુર: 11 વર્ષ પહેલા જયપુર (Jaipur) માં થયેલા 8 સીરિયલ બોમ્બ વિસ્ફોટ (Serial Bomb Blast) મામલે વિશેષ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ વિશેષ કોર્ટે આરોપી સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફ ઉર્ફે સેફુર્રહમાન અને સલમાનને દોષિત જાહેર કર્યા છે. આ બાજુ શાહબાઝ હુસૈનને શંકાનો લાભ મળતા આરોપ મુક્ત કર્યો છે.
ગત એક વર્ષમાં આ કેસની સુનાવણીમાં ઝડપ લાવીને 1296 સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતાં. તથા બંને પક્ષોએ સવાલ જવાબ પણ કર્યા હતાં. બોમ્બ વિસ્ફોટોમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં હતાં તેમના સંબંધીઓએ મંદિરો અને મસ્જિદોમાં જઈને આરોપીઓ માટે કડક કાર્યવાહીની પ્રાર્થના કરી હતી. હવે બંને પક્ષો વચ્ચે સજા મુદ્દે દલીલો થશે. ત્યારબાદ કોર્ટ આ દોષિતોને સજા સંભળાવશે.
2008 Jaipur bomb blasts case: Four accused convicted under different sections, including Unlawful Activities (Prevention) Act; one other accused acquitted. pic.twitter.com/pf2rovo4qY
— ANI (@ANI) December 18, 2019
કેવું ધણધણી ઉઠ્યું હતું જયપુર?
લગભગ 11 વર્ષ પહેલા જયપુર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું હતું. સાંજે 7.05 વાગે પહેલો વિસ્ફોટ માણક ચોક પોલીસ સ્ટેશન પાસે થયો હતો. ત્યારબાદ સતત 7 વિસ્ફોટ થયા હતાં. આ વિસ્ફોટમાં લગભગ 71 લોકોના જીવ ગયા હતાં. જ્યારે 183 લોકો ઘાયલ થયા હતાં.
વિસ્ફોટોની જવાબદારી ઈન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. તેના 11 આતંકીઓએ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો. તેમાંથી 5ને રાજસ્થાન એસઓજીએ પકડ્યા હતાં. 2 બાટલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં. એક ને ગત વર્ષે દિલ્હી પોલીસે પકડ્યો હતો. જ્યારે 3 હજુ પણ ફરાર છે. વિસ્ફોટ મામલે માણેક ચોક અને કોતવાલી વિસ્તારમાં 4-4 FIR દાખલ થઈ.
આ મામલાની તપાસ કરતા એસઓજીએ સપ્ટેમ્બર 2008ના રોજ સૌથી પહેલા ઈન્ડિયન મુજાહિદ્દીનને ઘટના જાણકારીનો મેલ કરનારા આરોપી મોહમ્મદ શહબાઝ હુસૈનની ધરપકડ કરી હતી. તેના કહેવા પર પોલીસે માર્ચ 2009માં મોહમ્મદ સૈફ ઉર્ફે કેરીઓન અને મોહમ્મદ સરવર આઝમીની પણ ધરપકડ કરી. ત્યારબાદ મોહમ્મદ સલમાન અને સૈફુર ઉર્ફે સૈફુર્રહમાન અંસારીની પણ ધરપકડ કરી હતી.
ગત વર્ષે આરિઝ ખાન ઉર્ફે જૂનૈદની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે મિર્ઝા શાદાબ બેગ ઉર્ફે મલિક, સાજિદ બડા અને મોહમ્મદ ખાલિદ હજુ પણ ફરાર છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે