પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને આગામી બે દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાશે
નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા અરૂણ જેટલીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે અરૂણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા અરૂણ જેટલીને દિલ્હીની એમ્સમાં દાખલ કરાવાય છે. સવારે 11 વાગ્યે અરૂણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ એમ્સે અરૂણ જેટલીનું મેડિકલ બુલેટિન પણ ઇશ્યું કર્યું છે. એમ્સનું કહેવું છે કે અરૂણ જેટલી આઇસીયુમાં દાખલ છે. એમ્સ દ્વારા ઇશ્યું મેડિકલ બુલેટિનમાં જણાવાયું કે અરૂણ જેટલી આઇસીયુમાં દાખલ છે. જો કે તેમની સ્થિતી સ્થિર છે. અરૂણ જેટલીની સારવાર એન્ડોક્રોનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની દેખરેખમાં ચાલી રહી છે.
રાત્રે 10.30 કલાકે AIIMS દ્વારા આપવામાં આેવલા બુલેટિમાં જણાવાયું છે કે, અરૂણ જેટલીની તબિયત સ્થિર છે. તેમને આગામી બે દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીને દાખલ કરવામાં આવ્યા બાદ એક પછી એક નેતાઓ ખબર અંતર પુછવા માટે પહોંચી રહ્યા છે. જેમાં ગૌતમ ગંભીર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, જે.પી નડ્ડા, શરદ યાદવ, મિનાક્ષી લેખી, રાજનાથ સિંહ, લોકસભા સ્પિકર ઓમ બિરલા, અમિત શાહ અને વડાપ્રધાન મોદી સહિતનાં ટોચનાં નેતાઓ હાજર છે. વડાપ્રધાન મોદી ખબર અંતર પુછ્યા બાદ રવાના થયા હતા. એઇમ્સ દ્વારા તેમનું મેડિકલ બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા અરૂણ જેટલીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે અરૂણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીની સારવાર એન્ડોક્રિનોલોજિસ્ટ નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની દેખરેખમાં ચાલી રહી છે. કાર્ડિયોલોજીનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર વીકે બહલની દેખરેખમાં અરૂણ જેટલીની સારવાર ચાલી રહી છે. જેટલીની સ્થિતી જાણવા માટે સ્વાસ્થયમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર અરૂણ જેટલીની સ્થિતી સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ પણ AIIMSપહોંચી ચુક્યા છે.
ભાજપે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મુદ્દે કસી કમર, નિયુક્ત કર્યા સેનાપતિ
છેલ્લા ઘણા સમયથી અરૂણ જેટલી અસ્વસ્થય છે અને આ જ કારણે બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં રહેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. અરૂણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મંત્રીમંડળમાં સમાવિષ્ય નહી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અરૂણ જેટલીએ ટ્વીટર પર પત્ર શેર કરતા લખ્યું કે, છેલ્લા 18 મહિનાથી હું બિમાર છું. મારી તબિયત ખરાબ છે, એટલા માટે મારો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવામાં આવવો જોઇએ.
POK પણ અમારુ, પાક. સંયુક્ત રાષ્ટ્રમાં જઇને શું કરી લેશે? વિદેશ મંત્રાલય
અરૂણ જેટલીએ લખ્યું કે, તમારી (વડાપ્રધાન મોદી) આગેવાનીમાં 5 વર્ષ સુધી કામ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. આ પહેલા પણ એનડીએ સરકારમાં મને જવાબદારીઓ સોંપવામાં આવી. સરકાર ઉપરાંત સંગઠન અને વિપક્ષનાં નેતા તરીકે મને મહત્વની જવાબદારીઓથી નવાઝવામાં આવ્યો. હવે મારે કંઇ જ નથી જોઇતું.
ખરાબ તબિયતનો હવાલો ટાંકતા અરૂણ જેટલીએ લખ્યું કે, હું તમને ઔપચારિક રીતે અપીલ કરવા માટે લખી રહ્યો છું કે મારે તેમની સારવાર અને સ્વાસ્થય માટે યોગ્ય સમય જોઇએ અને એટલા માટે હું નવી સરકારમાં કોઇ પણ જવાબદારીનો હિસ્સો બનવા નથી માંગતો.ત્યાર બાદ નિશ્ચિત રીતે મારી પાસે ઘણો સમય હશે, જેા કારણે હું અનૌપચારિક રીતે સરકાર અથવા પાર્ટીમાં કોઇ પણ સહયોગ કરી શકુ છું.
સોફ્ટ ટિશ્યું કેંસરથી પીડિત છે જેટલી
ગત્ત અનેક વર્ષોથી મે મહિનામાં જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ત્યાર બાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યું કેંસર થઇ ગયું છે, જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે