શાહરૂખ ખાનની ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે આ દિગ્ગજ ક્રિકેટર

ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન આઈપીએલની પ્રથમ સિઝનમાં કોલકત્તાની ટીમ તરફથી રમ્યો હતો. 
 

શાહરૂખ ખાનની ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે આ દિગ્ગજ ક્રિકેટર

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ કેરેબિનય પ્રીમિયર લીગ (CPL)ની ટીમ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ બનશે. તો મેક્કુલમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે વખતની વિજેતા કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના સહાયક કોચની પણ જવાબદારી સંભાળશે. આ બંન્ને ફ્રેન્ચાઇઝીમાં ભારતના જાણીતા અભિનેતા શાહ રૂખ ખાનનો માલિકી હક છે. બંન્ને ટીમો નાઇટ રાઇડર્સ સમૂહ હેઠળ આવે છે. 

વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, મેક્કુલમે યૂરો ટી-20 સ્લેમમાં ભાગ લીધો હતો પરંતુ તેણે આ પહેલા જ પોતાના ફ્રીલાન્સ ક્રિકેટર કરિયરમાથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. તેનું કારણ પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી સીપીએલ છે. 

કોલકત્તાની ટીમે હાલમાં જણાવ્યું હતું કે, તે પોતાના મુખ્ય કોચ જેક કાલિસ અને સહાયક કોચ સાઇમન કેટિચ સાથે સંબંધ તોડી રહી છે. ટીમે મેક્કુલમને સહાયક કોચ નિયુક્ત કર્યાં છે પરંતુ મુખ્ય કોચને લઈને કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. 

મેક્કલમ આઈપીએલની પ્રથમ સિઝનમાં કોલકત્તા તરફથી રમ્યો હતો. તેણે આઈપીએલની પ્રથમ મેચમાં કોલકત્તા તરફથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 158 રન ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news