બેંગ્લુરુ હિંસા: કોંગ્રેસના ભૂતપૂર્વ મેયર સંપત રાજની ધરપકડ, હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા

કર્ણાટકના પાટનગર બેંગ્લુરુ (Bangaluru violence)માં થયેલી હિંસા મામલે વોન્ટેડ કોંગ્રેસ કોર્પોરેટર અને પૂર્વ મેયર સંપત રાજ(Sampath Raj) ની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

બેંગ્લુરુ હિંસા: કોંગ્રેસના ભૂતપૂર્વ મેયર સંપત રાજની ધરપકડ, હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા

બેંગ્લુરુ: કર્ણાટકના પાટનગર બેંગ્લુરુ (Bangaluru violence)માં થયેલી હિંસા મામલે વોન્ટેડ કોંગ્રેસ કોર્પોરેટર અને પૂર્વ મેયર સંપત રાજ(Sampath Raj) ની પોલીસે ધરપકડ કરી લીધી છે. દેવરા જીવનહલ્લી નગરપાલિકા વોર્ડથી કોર્પોરેટર સંપત રાજને બેંગ્લુરુ પોલીસે પકડ્યા છે. તેમના પર હિંસક ભીડને ઉશ્કેરવાનો આરોપ છે. 

હિંસામાં 4 લોકોના થયા હતા મૃત્યુ
11 ઓગસ્ટના રોજ બેંગ્લુરુના દેવરા જીવનહલ્લી અને કડુગોંડનહલ્લી વિસ્તારમાં હિંસા થઈ હતી. જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. નારાજ ભીડે દેવરા જીવનહલ્લી અને કડુગોંડનહલ્લી પોલીસ સ્ટેશનોમાં આગચંપી કરી હતી અને સરકારી તથા ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભીડમાં સામેલ લોકોએ કોંગ્રેસ વિધાયક અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘર પર આગ લગાવી હતી. 

સંપત રાજ પર છે આ આરોપ
પૂર્વ મેયર સંપત રાજ વિરુદ્ધ થોડા દિવસ પહેલા બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યું કરાયું હતું અને તેમની સામે દેવરા જીવનહલ્લીમાં 400 પાનાની પ્રારંભિત ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ચાર્જશીટ મુજબ સંપત રાજ પર પુલકેશી નગરના કોંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘર પર આગચંપી કરનારી ભીડને ઉક્સાવવાનો આરોપ છે. આ ઉપરાંત તેમના પર બેંગ્લુરુ હિંસા, વિધાયક અખંડ શ્રીનિવાસ મૂર્તિ અને તેમના બહેન જયંતીને નિશાન બનાવવાના ષડયંત્રનો પણ આરોપ છે. 

કોરોના સારવાર દરમિયાન થયા હતા ફરાર
સંપત રાજ કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલમાં જ સંપત રાજના સહયોગીની ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે તેમની પણ ધરપકડ થઈ. જો કે ધરપકડ અંગે પોલીસે કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી. 

શું છે મામલો
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ વિધાયક આર અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક સંબંધીએ ફેસબુક પર કથિત ભડકાઉ પોસ્ટ કરી હતી અને ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ બેંગ્લુરુમાં હિંસા ભડકી હતી. જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં બેંગ્લુરુ પોલીસે 350થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news