LoC પર ગોળીબારી મુદ્દે ભારતનું કડક વલણ, પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યું
Ceasefire Violation: સરહદ પાક પાકિસ્તાનની નાપાક હરકત દિવાળી સમયે પણ જારી રહી. પાકની કાયરાના હરકતનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈનિકો તરફથી સીઝફાયરના ઉલ્લંઘન કરવાને લઈને સખત વલણ અપનાવતા પાકિસ્તાની એમ્બેસીના એક વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યુ છે. ભારતે પાકિસ્તાનની આ નાપાક હરકત વિરુદ્ધ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે.
પાકની કાયરાના હરકતની ભારતે નિંદા કરી
વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નિર્દોષ નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાની સખત શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે, પાકિસ્તાન તરફથી તહેવારોના સમયે નિયંત્રણ રેખા પર ગોળીબારી કરી શાંતિ ભંગ કરવી અને હિંસા ભડકાવવાની નિંદનીય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, 'પાકિસ્તાન એમ્બેસીના 'ચાર્જ ધી અફેયર્સ'ને વિદેશ મંત્રાલયે સમન્સ કર્યુ છે. તેમની સમક્ષ પાકિસ્તાન દ્વારા કારણ વગર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાને લઈને આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.'
પીએમના આગ્રહ પર સૈનિકોના સન્માનમાં રાજનાથ સિંહ સહિત અન્ય લોકોએ દીપ પ્રગટાવ્યા
ગોળીબારીમાં 5 સુરક્ષાકર્મીઓ સહિત 11 લોકોના મૃત્યુ
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે સરહદ પારથી આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવામાં પાકિસ્તાનના નિરંતર સહયોગ મળવાને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરથી લઈને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થાનો પર એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જેમાં 5 સુરક્ષાકર્મી સહિત 11 લોકોના મૃત્યુ થયા હતા.
જવાબી કાર્યવાહીમાં પાકને મોટુ નુકસાન, 11 સૈનિકોના મોત
પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો જેનાથી પાકે મોટુ નુકસાન સહન કરવું પડ્યું. ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાના 11 સૈનિક માર્યા ગયા અને 12 ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે તેના આંતરમાળખાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે