MP: હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો, મોબાઈલ અને લેપટોપમાંથી અનેક અશ્લીલ વીડિયો મળ્યાં
મધ્ય પ્રદેશના હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હનીટ્રેપ ગેંગના મોબાઈલ અને લેપટોપમાંથી અશ્લીલ વીડિયો મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હનીટ્રેપ ગેંગના મોબાઈલ અને લેપટોપમાંથી અશ્લીલ વીડિયો મળ્યા છે. જેમાં એક પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને કેટલાક અધિકારીઓના વીડિયો છે. પોલીસને શક છે કે અન્ય સ્થળો ઉપર પણ અશ્લીલ વીડિયો છૂપાવેલા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પકડાયેલી પાંચ યુવતીઓ પાસેથી 150થી વધુ વગદારોના નંબરો મળ્યા છે. હનીટ્રેપ ગેંગ પોતાની એનજીઓ અને કંપની દ્વારા અનેક નેતાઓ, અધિકારીઓ અને મોટા વેપારીઓના સંપર્કમાં હતી. પોતાની મોહજાળમાં ફસાવીને યુવતીઓ વીડિયો બનાવતી હતી, અને ત્યારબાદ બ્લેકમેઈલ કરતી હતી. યુવતીઓએ 3 વર્ષમાં બ્લેકમેઈલથી કરોડોની પ્રોપર્ટી ઊભી કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમાંથી કેટલાકના તાર ભાજપના તો કેટલાકના કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
નગર નિગમના અધિકારીની ફરિયાદ પર ઈન્દોરના પલાસિયા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેઈલનો મામલો નોંધાયો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક મહિલા તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી રહી છે. મહિલાએ કઈંક રેકોર્ડિંગ પણ કર્યું હતું અને 3 કરોડ રૂપિયાની માગણી કરતી હતી. માગેલી રકમ ન આપે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. એસએસપીના જણાવ્યાં મુજબ પીડિતની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધ્યો અને તપાસ કરી. ત્યારબાદ 3 કરોડની રકમમાંથી પહેલા હપ્તા તરીકે 50 લાખ રૂપિયા તે યુવતી ઈન્દોર આવી અને એક યુવતી સાથે અન્ય બે (એક મહિલા અને એક પુરુષ)ને અટકાયતમાં લઈ લેવાયા હતાં.
જુઓ LIVE TV
ઈન્દોર પોલીસે એટીએસની મદદથી આ ગેંગનો પર્દાફાશ કર્યો. આ મહિલાઓ મીનલ રેસિડન્સી, કોટરા સુલ્તાનાબાદ અને રવેરા ટાઉનમાં રહે છે. એક મહિલા તો પન્ના જિલ્લાથી ભાજપના વિધાયકક વૃજેન્દ્ર સિંહ પ્રતાપના ઘરમાં ભાડે રહે છે. પૂર્વ મંત્રી અને ભાજપના વિધાયક સિંહનું કહેવું છે કે તેમણે બ્રોકર દ્વારા પોતાનું મકાન ભાડે આપ્યું હતું. તેઓ આ મામલે કોઈ પણ સ્તરે તપાસ માટે તૈયાર છે. હનીટ્રેપ મામલે જે પણ મહિલાઓ પકડાઈ છે તેમની રાજનીતિક પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં દખલ છે. એક મહિલા તો પદાધિકારી છે અને એક મહિલાનો પતિ કોંગ્રેસમાં જવાબદાર પદે રહ્યો છે. આ મહિલાઓના અનેક રાજનેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલી મહિલાઓ પાસેથી પોલીસને લેપટોપ, મોબાઈલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો તથા સંદિગ્ધ વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યાં છે. પોલીસે જપ્ત કરેલી સામગ્રીની એફએસએલ પાસે તપાસ કરાવવાની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે