Alia Bhatt: આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Alia Bhatt Disaster Film: આલિયા ભટ્ટની એક ફિલ્મ એવી પણ છે જેના વિશે કોઈ ચર્ચા કરતું નથી. કારણ કે આ ફિલ્મ આલિયા ભટ્ટની સૌથી ખરાબ ફિલ્મ છે. આ ફિલ્મને 1.2 નું જ રેટિંગ મળ્યું હતું.
Trending Photos
Alia Bhatt Disaster Film: બોલીવુડમાં ફિલ્મો અલગ અલગ કારણોથી ચાલતી હોય છે. જેમકે કેટલીક ફિલ્મોની સ્ટોરી દમદાર હોય છે તો કેટલીક ફિલ્મોની સ્ટાર કાસ્ટ એટલી પાવરફુલ હોય છે કે તે ફિલ્મને નંબર વન બનાવી દે છે. પરંતુ કેટલીક ફિલ્મો મોટા મોટા કલાકારો હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ડીઝાસ્ટર સાબિત થાય છે. આવી જ એક ફિલ્મ છે સડક 2. સડક 2 ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. એક કરતાં વધુ કલાકારો પણ આ ફિલ્મને બચાવી શક્યા નહીં.
આલિયા ભટ્ટની આ ફિલ્મ એવી હતી જેનાથી દર્શકો ખૂબ જ નિરાશ થયા અને ફિલ્મ આલોચકોએ પણ આ ફિલ્મ પર ફટકાર વરસાવી હતી. સડક 2 ફિલ્મ રિલીઝ થવાની હતી તે પહેલા ભારે ચર્ચામાં હતી. આ ફિલ્મ 1991 માં આવેલી મહેશ ભટ્ટની ફિલ્મ સડકની સિક્વલ હતી. મહેશ ભટ્ટની ફિલ્મ તો સુપરહિટ રહી હતી પરંતુ સડક 2 ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મનું રેટિંગ પણ ખૂબ જ ખરાબ હતું જેના કારણે થિયેટર્સમાં આ ફિલ્મને રિલીઝ કરવાની ના કહી દેવામાં આવી. જેના કારણે ફિલ્મ મેકર્સે સડક ટુ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવી પડી.
સડક 2 ફિલ્મનું ટ્રેલર જ્યારે youtube પર રિલીઝ કરવામાં આવ્યું તો તે પણ ફ્લોપ સાબિત થયું હતું. આ ફિલ્મના ટ્રેલરને 70 લાખ મળ્યા હતા.. સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રોલિંગ પણ થયું હતું.
આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બની હતી. પરંતુ ફિલ્મે કોઈ ખાસ કમાણી કરી નહીં. આલિયા ભટ્ટની આ ફિલ્મની સ્ટોરી, સંવાદ અને નિર્દેશનને દર્શકોએ નકારી કાઢ્યા. સડક 2 ફિલ્મ પછી એક વાત સાબિત થઈ ગઈ કે ફિલ્મમાં મોટા મોટા કલાકારો હોય તો પણ જો સ્ટોરીમાં દમ ન હોય તો દર્શકો તેને નકારી કાઢે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે