પુરૂષોત્તમ મહિનામાં નદીમા ન્હાવા માટે આવેલા 5 એન્જિનિયર્સ ડુબ્યાં, 3ના મોત
મૃતક એન્જિનિયર્સના પરિવારને ઘટના અંગે માહિતી મળ્યા બાદ ભારે આક્રોશથી આસપાસનું વાતાવરણ ગમગીન બન્યું હતું
Trending Photos
મહીસાગર : મહાસાગર જિલ્લાના ખાનપુરના દેગમડા ગામ પાસે પુરૂષોતમ મહિનામાં મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયેલા પાંચ યુવાનો તણાયા હતા. જે પૈકી 3 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુરા ટીસકી અને સોમપુર ગામના પાંચ યુવાનો તણાયા હતા. ત્યાર બાદ તે ડુબી જતા તંત્ર દોડતું થયું હતું.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામનાં પાંચ યુવાનો અગિયારસ નિમિતે ન્હાવા આવ્યા હતા. જો કે નહાતા નહાતા તેઓ તણાયા હતા અને ત્યાર બાદ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાંચેય યુવાનોની શોધખોળ આદરી છે. ઘટના અંગે જાણ થતા સ્થાનિક તંત્ર અને ફાયરની ટીમ પણ દોડી આવી હતી.
શોધખોળ બાદ કૃપાલ મનુભાઇ પટેલ, ઇશાન પટેલ, ધ્રુવ પટલ નામનાં ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનોની શોધખોળ હજી પણ ચાલી રહી છે. જો કે તેઓ તણાઇને આગળ નિકળી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડુબેલા પાંચેય યુવાનો એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે