કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય, ખેડૂતો અને સ્ટ્રીટ વેન્ડર્સને મળશે રાહત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં માર્ચ 2022થી ડિસેમ્બર 2024 સુધી પીએમ સ્વાનિધિ યોજના યથાવત રાખવાને મંજૂરી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિએ આજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર સ્થિત 540 મેગાવોટની ક્વાર જળ વિદ્યુત પરિયોજના માટે 4526.12 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી છે. પરિયોજનાનું કામ મૈસર્સ ચિનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરશે. જે એનએચપીસી અને જેકેએસપીડીસીની વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ કંપની છે. આ પરિયોજનાથી એક એવરેજ વર્ષમાં 1975.54 મિલિયન યુનિટ વિજળી ઉત્પન થશે.
સ્વાનિધિ યોજનાને આગળ વધારવાનો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં માર્ચ 2022થી ડિસેમ્બર 2024 સુધી પીએમ સ્વાનિધિ યોજના યથાવત રાખવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને સરળતાથી લોનની સુવિધા આપવામાં આવી રહી છે. આ યોજનામાં 5000 કરોડ રૂપિયાની રકમ માટે લોનની સુવિધા કરવામાં આવી છે. આજની મંજૂરીએ લોનની રકમને વધારી 8100 કરોડ કરી દીધી છે.
The Cabinet has approved Nutrient Based Subsidy rates for Phosphatic and Potassic fertilizers for Kharif Season: Union Minister Anurag Thakur pic.twitter.com/n0R9JfxybL
— ANI (@ANI) April 27, 2022
લિથુઆનિયામાં ભારતીય મિશનને મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 2022માં લિથુઆનિયામાં એક નવા ભારતીય મિશન ખોલવાને મંજૂરી આપી છે. લિથુઆનિયામાં ભારતીય મિશન ખુલવાથી ભારતના રાજદ્વારી સંબંધો અને રણનીતિક સહયોગ વધારવા, દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ અને આર્થિક વિકાસને સક્ષમ કરવા, લોકોથી લોકો વચ્ચે મજબૂત સંપર્કની સુવિધા, બહુપક્ષીય મંચોથી સારા આઉટરીચમાં મદદ મળશે. લિથુઆનિયામાં ભારતીય મિશન ભારતીય સમુદાયની સારી સહાયતા કરશે અને તેના હિતોની રક્ષા કરશે.
મોબાઇલ ટાવર થશે અપગ્રેડ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, દેશના 10 રાજ્યોમાં 2542 મોબાઇલ ટાવરને આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળે 2જીથી 4જીમાં અપગ્રેડ કરવા માટે 2426 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ બધા ટાવર નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં છે, તેમાં આત્મનિર્ભર ભારતમાં બનેલા 4જી કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક તથા ટેલીકોમ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આ બધાને બીએસએનએલ જ અપગ્રેડ કરી સંચાલિત કરશે.
અનુરાગ ઠાકુરે તે પણ કહ્યું કે, મંત્રીમંડળે ખરીફ સિઝન માટે ફાસ્ફેટિક અને પોટાસિક ખાતરોના ભાવને મંજૂરી આપી છે. આ સીઝન માટે ખાતરોની ખરીદી પર 60,939.23 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. તેનાથી કિસાનોને રાહત મળશે. તેમાં સ્વદેશી વિનિર્માણ અને ડીએપીની આયાત માટે વધારાની મદદ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે