KS Bharat out From Playing 11: ઋષભ પંત આ સ્ટાર ખેલાડીને નથી આપી રહ્યો તક, બેન્ચ પર બેસાડીને કરી રહ્યો છે કરિયર બરબાદ!

KS Bharat out From Playing 11: આઈપીએલ ઓક્શન 2022માં દિલ્હી કેપિટલ્સના કેએસ ભરતને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ભરતને પોતાની સાથે જોડ્યો હતો. ભરત ઘરેલૂ ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા હતા. તેણી વિકેટકીપિંગ સ્કીલ પણ કમાલની છે.

KS Bharat out From Playing 11: ઋષભ પંત આ સ્ટાર ખેલાડીને નથી આપી રહ્યો તક, બેન્ચ પર બેસાડીને કરી રહ્યો છે કરિયર બરબાદ!

નવી દિલ્હી: આઈપીએલની 15મી સીઝનમાં અમુક ટીમોની માઠી દશા ચાલી રહી છે, જેમાં દિલ્હી કેપિટલ્સનો પણ સમાવેશ થાય છે. આઈપીએલ રમીને ઘણા ક્રિકેટર્સે પોતાનું કરિયર બનાવ્યું છે, પરંતુ દિલ્હી કેપિટલ્સના એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં હજુ સુધી રમવાનો મોકો મળ્યો નથી. તેનું કારણ છે ઋષભ પંત. તેણે આ ખેલાડીને એક પણ મોકો આપ્યો નથી.

મેગા ઓક્શનમાં દિલ્હીએ ખરીદ્યો
આઈપીએલ ઓક્શન 2022માં દિલ્હી કેપિટલ્સના કેએસ ભરતને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ભરતને પોતાની સાથે જોડ્યો હતો. ભરત ઘરેલૂ ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા હતા. તેણી વિકેટકીપિંગ સ્કીલ પણ કમાલની છે. તે પલક ઝપકાવતા જ વિરોધી બેટ્સમેનોની ગિલ્લિયો ઉડાવી દે છે. આટલા શાનદાર ખેલાડીને ઋષભ પંત મોકો આપી રહ્યા નથી. એવામાં ભરતને બેંચ પર બેઠા બેઠા કરિયર બર્બાદ થઈ રહ્યું છે.

આઈપીએલ 2021માં દેખાડ્યો હતો દમ
કેએસ ભરતે આઈપીએલ 2021માં ખુબ જ શાનદાર પ્રદર્શન કરી દેખાડ્યું હતું. તેણે પોતાના દમ પર આરસીબી ટીમને ઘણી મેચ જીતાડી હતી. ભરત જ્યારે પોતાના લયમાં હોય તો કોઈ પણ બોલિંગક્રમને હંફાવી શકે છે. ભરતે આઈપીએલ 2021ની 8 મેચોમાં 191 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઋદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત થયા બાદ આ બેટ્સમેને શાનદાર વિકેટકીપિંગ કરી હતી. ગત સીઝન તેઓ આરસીબી ટીમને પોતાના દમ પર પ્લેઓફમાં લઈ ગયો હતો.

આ ખેલાડીને નથી મળી રહ્યો મોકો
આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ 7 મેચોમાંથી 4માં હારી ગઈ છે, પરંતુ તેમ છતાં ઋષભ પંત દિલ્હી ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર વિકેટકીપર કેએસ ભરતને મોકો આપી રહ્યો નથી. ભરત ખુબ જ શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તેની પાસે એ કાબેલિયત છે કે કોઈ પણ પીચ પર રન બનાવી શકે. ભરતે આઈપીએલ 2022માં એક પણ મેચ હજુ સુધી રમી નથી.

દિલ્હી કેપિટલ્સે નથી જીતી ટ્રોફી
દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં એક પણ એવોર્ડ જીત્યો નથી. આ વખતે દિલ્હી ટીમની કમાન યુવા ઋષભ પંતના હાથમાં છે. દિલ્હીની પાસે પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રોવમેન પોવેલ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા ખેલાડી છે, જે ક્ષણભરમાં મેચ પલટી શકે છે. આ ખેલાડીઓના જોરે જ દિલ્હી કેપિટલ્સ પહેલો એવોર્ડ પોતાના નામે કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news