કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
Trending Photos
નવી દિલ્હી : દિલ્હીનાં પહેલા કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિએ પોતાનાં અનુભવો કહ્યા છે. તેણે ડોક્ટર તથા સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનાં અનુભવો આપ્યા હતા. વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું વિદેશથી પરત ફર્યો હતો, ત્યાર બાદ મારી તબિયત ખરાબ થવાની ચાલુ થઇ ચુકી હતી, ત્યાર બાદ મારા ડોક્ટરે 29 ફેબ્રુઆરીએ કોરોના વાયરસની તપાસ માટે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. ત્યાર બાદ જ્યારે હું ત્યાં ગયો તો એક રૂમ બનાવેલી હતી જે માત્ર કોરોના વાયરસનાં લોકો માટે જ હતી. ત્યાર બાદ મને એક ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું, જેમાં તેના લક્ષણ પુછવામાં આવ્યા હતા, તો મે તાવ આવ્યો હોવાની પર નિશાન કર્યું, તપાસ બાદ ત્યાં હાજર ડોક્ટરે મને કહ્યું કે, તમને હોસ્પિટલમાં જ રોકાવું પડશે.
કોરોના LIVE : સમગ્ર દેશમાં અત્યાર સુધી 236 કેસ, મધ્યપ્રદેશમાંથી પણ 4 સંક્રમિત મળી આવ્યા
હું 14 દિવસ સુધી સફદરજંગ હોસ્પિટલમાં પણ રહ્યો અને મારૂ માનવું છે કે આનાથી વધારે સારી હોસ્પિટલ અને સરકારી વ્યવસ્થા ન હોઇ શકે. સરકાર અને ડોક્ટર્સનું પ્લાનિંગ વર્લ્ડ ક્લાસ હતું. ડોક્ટર્સ, સ્ટાફ અને સફાઇ કર્મચારીઓની તરફથી સુવિધાઓ ખુબ જ સારી કરવામાં આવી હતી. મારુ માનવું છે કે ઘરે પણ આવી સારી સુવિધા આપણને મળી શકે નહી. મારી સંભાળ ખુબ જ સારી રીતે કરવામાં આવી, મે જ્યારે માંગ્યુ મને ખાવા માટે આપવામાં આવ્યું. આગામી દિવસ એટલે કે એક તારીખે મોડી સાંજે સરકારને માહિતી મળી કે દિલ્હીમાં હું કોરોનાનો પહેલો કેસ છું. જો કે તેમણે મને ત્યારે નહોતું જણાવ્યું. જે મને સારી વાત લાગી. ગણી વખત વ્યક્તિ ટેન્શનના કારણે સુઇ પણ નથી શકતો.
Coronavirus: જનતા કર્ફ્યુ દરમિયાન એક પણ ટ્રેનનું સંચાલન નહી થાય
ત્યાર બાદ મનો મોડી રાત્રે 8 વાગ્યે રામ મનોહર લોહિયા હોસ્પિટલથી સફદરજંગ હોસ્પિટલ શિફ્ટ કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ બીજા દિવસે સવારે ડોક્ટર્સની ટીમ મારી પાસે આવી અને મને કહ્યું કે, સર તમે બેસી જાઓ, મે તુરંત જ ડોક્ટર્સને કહ્યું કે, ભાઇ ઉભા થઇને પણ વાત કરી શકો છો. ત્યાર બાદ મને એક ડોક્ટરે જણાવ્યું કે, તમે વાયરસથી સંક્રમિત છો, પરંતુ તમે ગભરાશો નહી. અમે તમને બિલ્કુલ સાજા કરીને જ ઘરે મોકલીશું. આ અમને તમારૂ વચન છે.
આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
જ્યારે મને લાગ્યું કે, જે સમયે ડોક્ટર તમને વિશ્વાસમાં લે છે ત્યારે જ તમે 50 ટકા સાજા થઇ જાઓ છો. કારણ કે તે સમયે ડોક્ટર જ ભગવાન અને હોસ્પિટલ જ મંદિર હોય છે. ડોક્ટરે ત્યાર બાદ મારી પાસેથી દરેક નાનામાં નામી માહિતી લીધી. મળતી માહિતી અનુસાર જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા. તે તમામનો તપાસ કરવામાં આવી અને તે કુદરતનો કરિશ્મા જ હતો કે રિપોર્ટ પોઝીટીવ નહોતો આવ્યો. 14 દિવસ બાદ મારો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો, ત્યાર બાદ મને 14 માર્ચે સાંજે 05.30 વાગ્યે હોસ્પિટલથી રજા આપવામાં આવી. હવે હું ઘરે જ આરામ કરી રહ્યો છું. ડોક્ટર્સે મને જણાવ્યું કે, જો તમને ફરી લક્ષણ દેખાય તો અમને ફોન કરીને જણાવજો. હાલ તો હું આરામ કરી રહ્યો છું અને ઘર પરિવાર અને બાળકોથી અંતર જ જાળવું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે