કુંભ મેળામાં આગ લાગી, ગોરખનાથ સંપ્રદાયના 2 ટેન્ટ બળીને ખાખ

કુંભ મેળામાં એકવાર ફરીથી આગજનીના અહેવાલો છે. આજે ગોરખનાથ સંપ્રદાયના શિબિરમાં આગ લાગી જેમાં બે ટેન્ટ બળીને ખાખ થઈ ગયાં. ટેન્ટમાં રાખેલો લાખોનો સામાન બળી ગયો. ફાયરની ગાડીઓએ જો કે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ સંપ્રદાયના મહંત છે. 
કુંભ મેળામાં આગ લાગી, ગોરખનાથ સંપ્રદાયના 2 ટેન્ટ બળીને ખાખ

પ્રયાગરાજ: કુંભ મેળામાં એકવાર ફરીથી આગજનીના અહેવાલો છે. આજે ગોરખનાથ સંપ્રદાયના શિબિરમાં આગ લાગી જેમાં બે ટેન્ટ બળીને ખાખ થઈ ગયાં. ટેન્ટમાં રાખેલો લાખોનો સામાન બળી ગયો. ફાયરની ગાડીઓએ જો કે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ સંપ્રદાયના મહંત છે. 

આ અગાઉ 19 જાન્યુઆરીના રોજ પણ કુંભમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માત કુંભના સેક્ટર 13માં થયો હતો. આગની ઘટનામાં કેટલાક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતાં. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ગાડીઓએ પણ તે વખતે આગ પર કાબુ મેળવી લીધો હતો. તે અગાઉ કુંભ મેળો શરૂ થયો તેના એક દિવસ પહેલા પણ અહીં આગના કારણે અકસ્માત થયો હતો. જો કે આ આગ પણ સમયસર બુજાવી દેવાઈ હતી. 

અત્રે જણાવવાનું કે કુંભ મેળાની શરૂઆત 15 જાન્યુઆરીથી થવાની હતી પરંતુ તે અગાઉ જ 14 જાન્યુઆરીએ દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી ગઈ હતી. આ આગની ચપેટમાં અનેક ટેન્ટ આવી ગયા હતાં. આગની ચપેટમાં આવી જવાથી ટેન્ટમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 

કુંભ મેળામાં અત્યાર સુધી 12.5 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યો હોવાનો દાવો
વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળા કુંભ મેળાને લઈને પ્રશાસને બહાર પાડેલી એક જાહેરાતમાં દાવો કરાયો છે કે મકર સંક્રાંતિથી લઈને અત્યાર સુધીમાં 12.5 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. મકરસંક્રાંતિથી શરૂ થયેલા મેળામાં સતત શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોનું આગમન અને સ્નાન ચાલુ જ છે. 14 જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધીમાં લગભગ 7.49 કરોડ લોકોએ સ્નાન કર્યું. 

મેળા પ્રશાસનનો દાવો છે કે 3 ફેબ્રુઆરીથી લઈને ચાર ફેબ્રુઆરી સાંજે 5 કલાક સુધીમાં લભભગ 5 કરોડ લોકોએ સોમવતી મૌની અમાસ પર ગંગા અને સંગમ સ્નાન કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news