કોલકાતા સંકટ: શિવસેનાએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું-BJPને 100 બેઠકોનું થશે નુકસાન 

પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ઉઠેલા વિવાદ વચ્ચે શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે રચવામાં આવેલી એક સુનિયોજિત કાવતરું હતું.

કોલકાતા સંકટ: શિવસેનાએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું-BJPને 100 બેઠકોનું થશે નુકસાન 

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ઉઠેલા વિવાદ વચ્ચે શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે રચવામાં આવેલી એક સુનિયોજિત કાવતરું હતું. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું છે કે કોલકાતામાં જે કઈ થઈ રહ્યું છે તેનાથી લોકતંત્રને જોખમ છે. ચિટ ફંડ કૌભાંડ મામલે કોલકાતા પોલીસને પૂછપરછ કરવા આવેલી સીબીઆઈની કોશિશ વિરુદ્ધ રવિવારે ધરણા પર બેસી ગયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે બંધારણ અને દેશની રક્ષા માટે તેઓ ધરણા પ્રદર્શન ચાલુ રાખશે. આ માટે તેઓ કોઈ પણ પરિણામ ભોગવવા તૈયાર છે. 

શિવસેનાએ કહ્યું કે કોલકાતા પોલીસ  પ્રમુખ વિરુદ્ધ કેન્દ્ર બે મહીના અગાઉ પણ કાર્યવાહી કરી શકે તેમ હતું અને સીબીઆઈ પણ તેમના ઘરે પૂછપરછ માટે પહોંચતા પહેલા યોગ્ય રીતે સમન પાઠવી શકે તેમ હતી. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે શારદા ચિટ ફંડ કૌભાંડમાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડવી જોઈએ નહીં. પરંતુ સીબીઆઈ ચિટ ઈન્ડિયા મામલાને કેવી રીતે જુએ છે...જે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. 

પોતાના વિચાર પર વિસ્તૃત જાણકારી આપ્યા વગર જ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભાજપના નેતા તરીકે નહીં પરંતુ દેશના વડાપ્રધાન તરીકે કોલકાતામાં ચાલી રહેલા સંકટ પર ધ્યાન આપવું જોઈએ. શિવસેનાએ આ સાથે જ દાવો કર્યો કે ભાજપને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉત્તર ભારતમાંથી મહારાષ્ટ્ર સુધી (પશ્ચિમ ભારત સુધી) 100 બેઠકોનું નુકસાન થશે. 

બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીબીઆઈ-કોલકાતા પોલીસ કમિશનર મામલે મંગળવારે આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પોતાની નૈતિક જીત ગણાવી. આ આદેશમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ સહિત કોઈ પણ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટે કુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવા જણાવ્યું છે અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસથી સામે આવેલા અન્ય મામલાઓમાં એજન્સી સાથે ઈમાનદારી પૂર્વક સહયોગ કરવાના નિર્દેશ આપ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news