Uttar Pradesh: 10 મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ, 2 બાળકો સહિત 5 લોકોના મોત, અનેક ઘાયલ

Massive Fire Breaks Out at Durga Puja Pandal In Bhadohi: ઔરાઈ સ્થિત નારથુઆ ગામમાં શિવ મંદિર પાસે પોખરા (તળાવ) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પૂજા પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફા જેવો બનાવવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તે સમયે અચાનક પંડાલના પડદામાં આગ લાગી ગઈ. લોકો કઈ સમજે ત્યાં સુધીમાં તો જોત જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. 

Uttar Pradesh: 10 મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ, 2 બાળકો સહિત 5 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે 100થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. દસ જ મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. આ અકસ્માતમાં 5 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી ડીએમ ગૌરાંગ રાઠીએ આપી. તેમણે જણાવ્યું કે મૃતકોમાં 10 અને 12 વર્ષના બાળકો અને 45 વર્ષની એક મહિલા પણ સામેલ છે.

ભદોહીના ડીએમએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ લોકો 30થી 40 ટકા જેટલું દાઝી ગયા છે. ઝી મીડિયાના પત્રકારના જણાવ્યાં મુજબ જે સમયે પંડાલમાં આગ લાગી ત્યારે લગભગ 150થી વધુ લોકોની ભીડ ભેગી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ કાર્યક્રમ સ્થળે અચાનક આગ લાગી અને જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પંડાલમાં ભાગદોડ મચી ગઈ. આગમાં કુલ 64 જેટલા લોકો દાઝી ગયા. 

ઔરાઈ સ્થિત નારથુઆ ગામમાં શિવ મંદિર પાસે પોખરા (તળાવ) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પૂજા પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફા જેવો બનાવવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તે સમયે અચાનક પંડાલના પડદામાં આગ લાગી ગઈ. લોકો કઈ સમજે ત્યાં સુધીમાં તો જોત જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. 

— ANI Digital (@ani_digital) October 3, 2022

ભાગદોડ દરમિયાન પણ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ફાયર વિભાગના જવાન જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પંડાલ બળીને ખાખ થઈ ગયો હતો. ઔરાઈ ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. પોલીસ અને ફાયરની ટીમોએ સ્થાનિક લોકોની મદદથી પંડાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. 

ડીએમ ગૌરાંગ રાઠીના જણાવ્યાં મુજબ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ એક્તા ક્લબ પૂજા સમિતિ દ્વારા સ્થાપિત પંડાલમાં ડિજિટલ શો ચાલુ હતો ત્યારે કદાચ આ શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી. જો કે અન્ય કારણો અંગે પણ તપાસ કરાવવામાં આવી રહી છે. આગની સૂચના મળતા જ ટોચના અધિકારીઓની સાથે સાથે સાંસદ રમેશ બિંદ, ઔરાઈ ધારાસભ્ય દીનાનાથ ભાસ્કર, જ્ઞાનપુર વિપુલ  દુબે, વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news