Zomato ડિલિવરી બોય મારપીટ કેસમાં હવે મહિલા મોડલ હિતેષા વિરુદ્ધ પણ FIR દાખલ

સોમવારે પોલીસે હિતેષા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની જાણકારી આપી છે. કામરાજની ફરિયાદ પર તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 355 (હુમલો કરવા), 504 (અપમાન) અને 506 (આપરાધિક ધમકી) નો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 

Zomato ડિલિવરી બોય મારપીટ કેસમાં હવે મહિલા મોડલ હિતેષા વિરુદ્ધ પણ FIR દાખલ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ઝોમેટો કર્મી પર હુમલાનો આરોપ લગાવનારી મોડલ હિતેષા ચંદ્રાણી વિરુદ્ધ સોમવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હિતેષા પર હુમલાના આરોપમાં ઝોમેટો કર્મી કામરાજની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પૂછપરછમાં કામરાજે હિતેષાના તમામ આરોપો નકારી દીધા હતા અને જણાવ્યું કે, તેણે તેની સાથે મારપીટ કરી હતી અને તેને નાકમાં જે ઈજા થઈ છે, તે પણ તેના ખુદના કારણે થઈ છે. 

સોમવારે પોલીસે હિતેષા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની જાણકારી આપી છે. કામરાજની ફરિયાદ પર તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 355 (હુમલો કરવા), 504 (અપમાન) અને 506 (આપરાધિક ધમકી) નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હિતેષાના આરોપ પર પોલીસે કામરાજની ધરપકડ કરી હતી. પૂછપરછમાં કામરાજે હિતેષાના આરોપોને નકારી દીધા અને તેણે મોડલ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. 

કામરાજે હિતેષાના આરોપોથી કર્યો ઇનકાર
કામરાજે જણાવ્યુ કે, ભોજન મોડુ પહોંચ્યા બાદ હિતેષાએ તેની સાથે ગેરવર્તન કર્યુ. તેણે ભોજનના પૈસા ન આપ્યા અને જ્યારે તે પરત જઈ રહ્યો હતો તો તેની સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન ભૂલથી તેણે પોતાના નાક પર ઈજા પહોંચાડી હતી. તેની વીંટીથી ઈજા થવાને કારણે નાકમાંથી લોહી નિકળ્યું હતું. હિતેશાએ સોશિયલ મીડિયા પર પોતાના નાકની ઈજા દેખાડતા કાર્યવાહીની માંગ કરી હતી, ત્યારબાદ પોલીસે ઝોમેટો કર્મીની ધરપકડ કરી હતી. 

કામરાજના નિવેદન બાદ બદલાયો માહોલ
કામરાજનો પક્ષ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર માહોલ બદલાય ગયો. જે લોકો મોડલ પર હુમલા માટે ઝોમેટો ડિલિવરી બોયની નિંદા કરી રહ્યા હતા, તેણે હવે કંપની પાસે સત્ય સામે લાવવાની માંગ કરી છે. ઘણા લોકોએ ડિલિવરી બોયના સમર્થનમાં પોસ્ટ લખી. એટલું જ નહીં બોલીવુડ સિતારાએ પણ ડિલિવરી બોય સામે સહાનુભૂતિ દેખાડતા પોસ્ટ કરી અને કંપનીને અપીલ કરી કે તેને નોકરમાંથી ન કાઢે. 

બોલીવુડ સિતારા આવ્યા સામે
આવી પોસ્ટ કરનારમાં બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા, ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી સામેલ છે. કામ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા ઝોમેટોકર્મીને નિર્દોષ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, આંખો બધુ બોલી દે છે.. મને લાગે છે કે કામરાજ #ZomatoDeliveryGuy નિર્દોશ છે અને મને આશા છે કે તેને ન્યાય મળશે. તેણે કંપનીને અપીલ કરી કે કામરાજને નોકરીમાંથી ન કાઢે. 

ઝોમેટોએ શું કહ્યું?
આ મામલામાં ઝોમેટો ઈન્ડિયાએ શાંતિનું ઉદાહરણ રજૂ કર્યુ છે. કંપનીએ કહ્યુ કે, તે કામરાજને તત્કાલ કામથી સસ્પેન્ડ કરી રહ્યું છે, પરંતુ તે તેને પૈસા આપશે જેથી તેનો ખર્ચ નિકળે. કંપનીએ આ સાથે હિતેષાના સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરી છે. એટલું જ નહીં ઝોમેટોનું કહેવું છે કે તે પોતાના સ્તરે પણ મામલાની તપાસ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news