વાહન ચાલકો માટે ખુશખબરી, વધી ગઇ FASTag KYC ની ડેડલાઇન, નહી બંધ થાય તમારું FASTag

FASTag KYC Update: ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો NHAIએ રાહત આપી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ KYC અપડેટ કરવાની તારીખ લંબાવી છે.

વાહન ચાલકો માટે ખુશખબરી, વધી ગઇ FASTag KYC ની ડેડલાઇન, નહી બંધ થાય તમારું FASTag

FASTag KYC Update: ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો NHAIએ રાહત આપી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ KYC અપડેટ કરવાની તારીખ લંબાવી છે. NHAIએ ફાસ્ટેગ કેવાયસીની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવી છે. તમને જણાવી દઈએ કે KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી. હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો.

31મી જાન્યુઆરી સુધીનો છે સમય 
NHAI માર્ગદર્શિકા અનુસાર, બેંકોને 31 જાન્યુઆરી, 2024 પછી KYC વિના ફાસ્ટેગને નિષ્ક્રિય કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલે કે, જો તમે 31 જાન્યુઆરી પછી પણ KYC નહીં કરાવો તો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. તમને જણાવી દઈએ કે હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો.

KYC કેવી રીતે અપડેટ કરવું?
તમે fastag.ihmcl.com દ્વારા Fastag KYC અપડેટ કરી શકો છો. અહીં તમારે મોબાઈલ નંબર દ્વારા લોગઈન કરવાનું રહેશે. તેને ખોલ્યા પછી, તમને KYC અપડેટનો વિકલ્પ દેખાશે, ત્યારબાદ તમારે તમારું PAN અથવા આધાર કાર્ડ અપલોડ કરવું પડશે.

ફાસ્ટેગ કેવાયસી અપડેટ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
>> ડ્રાઇવિંગ લાઇસન્સ
>> ઓળખ કાર્ડ
>>પાન કાર્ડ
>> આધાર કાર્ડ
>> તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર (RC).

કેમ જરૂરી છે KYC અપડેટ?
NHAI ની સૂચનાઓ અનુસાર, 31 જાન્યુઆરી સુધીમાં ફાસ્ટેગ સંબંધિત KYC વિગતો અપડેટ કરવી ફરજિયાત છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારા FASTags નિષ્ક્રિય થઈ જશે. જો તમે FASTag સંબંધિત KYC વિગતો અપડેટ કરી નથી, તો બેલેન્સ જાળવી રાખ્યા પછી પણ, તમારા FASTags નિષ્ક્રિય થઈ જશે.

નિવેદન અનુસાર, કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે, નવીનતમ ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે. આ સાથે યુઝર્સે 'વન વ્હીકલ, વન ફાસ્ટેગ'ને પણ ફોલો કરવા પડશે અને તેમની બેંકો દ્વારા પહેલાથી જ જારી કરાયેલા તમામ ફાસ્ટેગને દૂર કરવા પડશે. એવામાં ફક્ત નવા ફાસ્ટેગ એકાઉન્ટ્સ સક્રિય રહેશે, કારણ કે સમય મર્યાદા સમાપ્ત થયા પછી અગાઉના ફાસ્ટેગ નિષ્ક્રિય અથવા પ્રતિબંધિત થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news