આવી રહી છે Tata Nexon CNG, લોન્ચ પહેલાં તસવીર જાહેર, મળશે મોટી ડેકી

Tata Nexon CNG: ટાટા મોટર્સે આગામી Nexon iCNG કોન્સેપ્ટની પ્રથમ સત્તાવાર તસવીરો રજૂ કરી છે. તે 1 થી 3 ફેબ્રુઆરી (2024) દરમિયાન દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા મોબિલિટી એક્સપોમાં પણ શોકેસ કરવામાં આવશે.

આવી રહી છે Tata Nexon CNG, લોન્ચ પહેલાં તસવીર જાહેર, મળશે મોટી ડેકી

Tata Nexon CNG Officially Revealed: ટાટા મોટર્સે આગામી Nexon iCNG કોન્સેપ્ટના પ્રથમ સત્તાવાર ફોટો અનવીલ કરી દીધો છે. તે 1 થી 3 ફેબ્રુઆરી (2024) દરમિયાન દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા મોબિલિટી એક્સપોમાં પણ શોકેસ કરવામાં આવશે. જો કે, પ્રોડક્શન-રેડી વર્ઝનની લોન્ચિંગ ટાઈમલાઈન હજુ જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે તે 2024 ના બીજા ભાગમાં (તહેવારની સીઝનની આસપાસ) લોન્ચ થઈ શકે છે. Tata Nexon CNG કોન્સેપ્ટની ડિઝાઇન અને સ્ટાઇલ મોટાભાગે હાલના ICE-સંચાલિત વર્ઝન જેવી જ છે, જેને ગયા વર્ષે મિડ-લાઇફ અપડેટ આપવામાં આવી હતી.

ટાટાના અન્ય સીએનજી મોડલ્સની જેમ, નેક્સોન સીએનજી પણ બ્રાન્ડની ટ્વીન સીએનજી સિલિન્ડર ટેક્નોલોજી આપવામાં આવશે, જે ગ્રાહકોને સારી બૂટ સ્પેસ પ્રદાન કરશે. આ સેટઅપમાં બૂટ ફ્લોરની નીચે બે સિલિન્ડરની ટાંકીઓ રાખવામાં આવી છે. આ વધુ બૂટ સ્પેસ મેળવવામાં મદદ કરે છે. જો કે, આ સેટઅપમાં CNG ટાંકી સ્પેર વ્હીલની જગ્યા લે છે. તેથી, કારની નીચે સ્પેર વ્હીલ આપવામાં આવે છે. નેક્સોન સીએનજી નેક્સોન ડીઝલના વધુ ફ્યૂલ-એફિશિએન્ટ ઓપ્શન તરીકે પોઝિશન કરવામાં આવશે.

ટાટા મોટર્સ ભારત મોબિલિટી શોમાં તેના કર્વ, હેરિયર EV અને અલ્ટ્રોઝ રેસર કોન્સેપ્ટ પણ શોકેસકરશે. આ વાહનોનું વેચાણ 2024માં શરૂ થવાની આશા છે. આ સિવાય કંપની આગામી મહિનાઓમાં અલ્ટ્રોઝ ફેસલિફ્ટ રજૂ કરી શકે છે, આ પણ ટેસ્ટિંગ તબક્કામાં છે. હાલના એન્જિન સેટઅપને જાળવી રાખીને, અલ્ટ્રોઝમાં નાના કોસ્મેટિક ફેરફારો અને ફીચર અપગ્રેડ થવાની સંભાવના છે.

ટાટાની લોકપ્રિય નાની SUV પંચને 2025માં તેનું પ્રથમ અપડેટ મળી શકે છે. માઇક્રો એસયુવીને વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે મોટી 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સંપૂર્ણ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, AC યુનિટ માટે નવી ટચ પેનલ અને થોડું સુધારેલું ડેશબોર્ડ મળવાની અપેક્ષા છે. ડિઝાઇન અપડેટ્સમાં વર્ટિકલી સ્ટેક્ડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, નવા એલોય વ્હીલ્સ, રિવાઇઝ્ડ બમ્પર્સ, નવા LED ટેલલેમ્પ્સ અને રિડિઝાઇન કરાયેલ ટેલગેટ શામેલ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news