દિલ્હીની સરહદે જ ધરણા પર બેસી ગયા ખેડૂતો, રસ્તા બંધ, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હજારો ખેડૂતોએ (Farmers) પોતાની માગણીઓને લઈને આજે દિલ્હી(Delhi) તરફ કૂચ શરૂ કરી છે. ભારતીય ખેડૂત સંગઠનની આ પદયાત્રા 11 સપ્ટેમ્બરના રોજ સહારનપુરથી શરૂ થઈ હતી જે ગુરુવારે સાંજે નોઈડા (Noida) પહોંચી હતી.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હજારો ખેડૂતોએ (Farmers) પોતાની માગણીઓને લઈને આજે દિલ્હી(Delhi) તરફ કૂચ શરૂ કરી છે. ભારતીય ખેડૂત સંગઠનની આ પદયાત્રા 11 સપ્ટેમ્બરના રોજ સહારનપુરથી શરૂ થઈ હતી જે ગુરુવારે સાંજે નોઈડા (Noida) પહોંચી હતી. ખેડૂતોની આ માર્ચ ભારતીય ખેડૂત સંગઠન અને કૃષિ મંત્રાલયના નિષ્ફળ ગયા બાદ શરૂ થઈ છે. યુપીના હજારો ખેડૂતો કરજમાફી અને બાકી રકમની ચૂકવણી સહિત 12 સૂત્રીય માગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. આ માટે હજારો ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને પગપાળા કૂચ કરીને દિલ્હી-યુપી બોર્ડર પહોંચી રહ્યાં છે. પોતાની માગણીઓ પર મક્કમ આ ખેડૂતો અહીં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે. યુપી પોલીસની સાથે સાથે દિલ્હી પોલીસ પણ સતર્ક છે. દિલ્હીના ઈસ્ટ રેન્જના જોઈન્ટ સીપીના જણાવ્યાં મુજબ ખેડૂતો આજે દિલ્હીના કિસાન ઘાટ સુધી માર્ચ કરી રહ્યાં છે.
UP farmers begin march from Noida Sector-69 to Delhi's Kisan Ghat, over their demands of payment of sugarcane crop dues, full loan waiver and making electricity used in farming free among others. pic.twitter.com/gPb2YY8gYm
— ANI UP (@ANINewsUP) September 21, 2019
ખેડૂતોને રોકવા માટે ગાઝિયાબાદ-દિલ્હી બોર્ડર પર સ્થિત યુપી ગેટ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. નેશનલ હાઈવેથી દિલ્હી તરફ જનારા ફ્લાઈ ઓવર અને રસ્તાઓ પર બેરિકેડ લગાવીને રસ્તા બંધ કરી દેવાયા છે. ગાઝિયાબાદના એસપી સિટી શ્લોકકુમારના જણાવ્યાં મુજબ જરૂર પડી તો સામાન્ય જનતા માટે રૂટ ડાઈવર્ટ કરાઈ રહ્યાં છે. દિલ્હી પોલીસે પણ પૂરી તૈયારી રાખી છે. દિલ્હીની અંદર આવતા રસ્તાઓને સીલ કરી દેવાયા છે અને રેપિડ એક્શન ફોર્સ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે.
નોઈડાના સેક્ટર 69થી ખેડૂતોની આ માર્ચ દિલ્હીના કિસાન ઘાટ તરફ કૂચ શરૂ કરી છે. ખેડૂતોના નેતા પૂરન સિંહે જણાવ્યું કે કૃષિ મંત્રાલયની સાથે ખેડૂતોની વાર્તા નિષ્ફળ ગયા બાદ દિલ્હી તરફ કૂચ કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમે ઈચ્છીએ છીએ કે અમારી માગણીઓ તરફ દેશનું ધ્યાન જાય.
ખેડૂત નેતા રાજેન્દ્ર યાદવે કહ્યું કે અમે અમારી માગણીઓ લેખિત સ્વરૂપમાં સરકારને આપી દીધી હતી. પરંતુ અમને સમજમાં નથી આવતું કે સરકાર આ માગણીઓ પર વિચાર કેમ નથી કરી રહી. તેમણે કહ્યું કે અમે અમારી તરફથી પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે અમારી માગણીઓ સાંભળવામાં આવે. અમે 11 દિવસ પહેલા અમારી પદયાત્રા શરૂ કરી હતી. જે હવે દિલ્હી તરફ આગળ વધશે.
જુઓ LIVE TV
ખેડૂતોનું એમ પણ કહેવું છે કે જો તેમની માગણીઓ ન સાંભળવામાં આવી તો તેઓ ભૂખ હડતાળ પણ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે