જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો

ગુજરાતમાં ચકચારી બીટકોઇન (Bitcoin) મામલે જામનગર (Jamnagar)માં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya)એ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ગત રાત્રિએ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં નિશા ગોંડલીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહી હતી એ સમયે હેલ્મેટ (Helmet) પહેરેલા એક અજાણ્યા બાઈક ચાલકે નિશા ગોંડલિયાને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો

મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમાં ચકચારી બીટકોઇન (Bitcoin) મામલે જામનગર (Jamnagar)માં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya)એ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ગત રાત્રિએ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં નિશા ગોંડલીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહી હતી એ સમયે હેલ્મેટ (Helmet) પહેરેલા એક અજાણ્યા બાઈક ચાલકે નિશા ગોંડલિયાને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ ગુજરાત બીટકોઇન મામલામાં જામનગરની નિશા ગોંડલીયાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી અને સમગ્ર કૌભાંડ મામલે જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ બિટકોઇન મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી જયેશ પટેલ વિરુદ્ધ ન કરાતા હવે ગાંધીનગર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા નિશા જવાની હતી. તે પહેલા ગતરાત્રિના સમયે પોતાની તબિયત બગડતાં નિશા ગોંડલીયા જામનગર શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં સારવાર લેવા જઈ રહી હતી. એ સમયે એક હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકે તેનો પીછો કર્યો અને જ્યારે નિશા ગોંડલિયા સારવાર લઈ પોતાની કારમાં ઘરે પરત જવા નીકળતી હતી, એ સમયે બાઇકચાલકે તેને કારના કાચ પાસે બાઈક ઊભી રાખી અને રિવોલ્વર બતાવી હતી. એટલું જ નહિ, પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમજ એક કાર પાછળથી આવી જતા બાઈક ચાલક તાત્કાલિક ફરાર થઈ ગયો. આ ઘટના બાદ નિશા ગોંડલિયાએ 100 નંબરમાં પોલીસને જાણ કરી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

નિશા ગોંડલિયા પર થયેલી આ ઘટનાને લઈને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચી હતી. સમગ્ર ઘટના પાછળ મુખ્ય હાથ જયેશ પટેલનો હોય અને જયેશ પટેલના ઇશારે તેના પર આ પ્રકારની ધમકી ભર્યા હુમલાની ઘટના બની હોય, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે નિશા ગોંડલિયાએ જયેશ પટેલ વિરુદ્ધ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જયેશ પટેલ મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના અનુસંધાને જ આ પ્રકારના હુમલાઓ તેના પર કરાવવામાં આવી રહ્યા છે. હાલ આજની ઘટનાને લઈને પોલીસ દ્વારા તેને રક્ષણ આપવામાં આવ્યું છે. નિશા ગોંડલિયાએ
રાજકીય લોકોનો ભુમાફિયા જયેશ પટેલને સહકાર મળતો હોવાના પણ આક્ષેપ કર્યા છે. તેમજ રાજ્યભરમાં ચકચારી બનેલા સમગ્ર બીટકોઈન મામલે મારો અવાજ દબાવવા માટે આ પ્રકારના હુમલાઓની ઘટના તેની સાથે પર બની રહ્યાં હોવાનું પણ જણાવ્યું છે.

હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે સૌથી અગત્યની બાબત એ છે કે, પરમ દિવસે જામનગરમાં ચકચારી બનેલા વકીલ કિરીટ જોષી હત્યાના મુખ્ય આરોપી કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ બ્રહ્મસમાજ દ્વારા આવેદનપત્ર અપાયું અને તેની તાત્કાલિક ધરપકડની માંગ કરાઈ. જ્યારે ગઇકાલે સાંજે જિલ્લા પોલીસવડા દ્વારા પત્રકાર પરિષદ યોજી ભૂમાફિયા જયેશ પટેલની ચાર કરોડની સંપત્તિ ટાંચમાં લેવા અંગેની વિગતો જાહેર કરવામાં આવી. જેના બાદ ગત રાત્રિના સમયે જ ગુજરાતમાં ચકચારી બનેલા બિટકોઇન મામલે તાજેતરમાં જ ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા પર અજાણ્યા બાઈક ચાલકે રિવોલ્વર બતાવી તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. 

બે દિવસની અંદર બનેલી આ સમગ્ર ઘટનાઓને લઈને જામનગર શહેરમાં કથળતા કાયદાની પરિસ્થિતિ સામે પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યુ થયેલ છે. કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં તેમજ છેલ્લા દોઢ વર્ષથી ભૂમાફિયા જયેશ પટેલની ધરપકડ કરવામાં જામનગર પોલીસ નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news