ફાની ચક્રવાત: રેલવે, વિમાન સેવાને ભારે અસર, ટ્રેન અને ફ્લાઇટ રદ

ફાની ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિતના પંથકમાં હાહાકાર મચી ગયો છે. ફાની વાવાઝોડાથી આ વિસ્તારમાં જનજીવન અસરગ્રસ્ત થયું છે સાથોસાથ આ વિસ્તારની રેલવે અને વિમાન સેવાને ભારે અસર પડી છે. ઘણી ટ્રેન અને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તોફાનને પગલે ભુવનેશ્વર એરપોર્ટ પર 24 કલાક માટે ઉડાન રોકી દેવામાં આવી છે. કોલકત્તામાં શુક્રવારે બપોર 3થી શનિવાર સવારે 8 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે

ફાની ચક્રવાત: રેલવે, વિમાન સેવાને ભારે અસર, ટ્રેન અને ફ્લાઇટ રદ

નવી દિલ્હી: ફાની ચક્રવાતને પગલે ઓરિસ્સામાં તોફાની વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને રાહત બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઇ છે. ફાની પ્રભાવિત વિસ્તારમાંથી અંદાજે 11 લાખથી વધુ લોકોને સલામત રીતે સ્થળાંતર કરી દેવાયા છે. આ ઉપરાંત ફાની ચક્રવાતને પગલે આ વિસ્તારમાં રેલવે અને વિમાન સેવાને ભારે અસર પડી છે. ઘણી ટ્રેનો અને ફ્લાઇટના શિડ્યૂલ રદ કરવામાં આવ્યા છે. 

ફાની ચક્રવાતને પગલે આ વિસ્તારમાં તબાહી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ભુવનેશ્વર અને કોલકત્તા એરપોર્ટ પર અવરજવર કરનારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તાકીદનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ભુવનેશ્વર એરપોર્ટ પર શુક્રવાર દરમિયાન તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જ્યારે કોલકત્તામાં પણ શુક્રવાર બપોરથી શનિવાર સવાર સુધી વિમાન સેવા રદ કરવામાં આવી છે. 

LIVE: ओडिशा में बरपा फोनी चक्रवात का कहर, कई राज्‍यों में अलर्ट जारी

ફાની ચક્રવાતને પગલે રેલવે દ્વારા પણ સુરક્ષા માટે ટ્રેન સેવા અટકાવી દેવાઇ છે. રેલવેએ તોફાનને પગલે 3 મેના રોજ દિલ્હી અને હરિદ્વારથી પુરી, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ તરફ જનારી સાત ટ્રેન રદ કરી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ માટે પણ કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. 

ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે, જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ફેની વાવાઝોડુ ઓરિસ્સા તરફ ફંટાઈ જતા 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 100થી વધુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. વલસાડથી રાત્રે ઉપડતી 8.15 વાગ્યાની વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરાઈ છે. ઓરિસ્સામાં ફાની તોફાનની આગાહીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરાઈ છે. 

ચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો.

— ANI (@ANI) May 3, 2019

IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news