ભારતમાં તાંડવ મચાવી રહેલા 'ફાની' સાઈક્લોનનું નામ બાંગ્લાદેશે કેમ પાડ્યું?

ઓડિશાના તટ પર ભયાનક ચક્રવાત 'ફાની'એ કેર વર્તાવેલો છે. તેના કેરથી બચવા માટે ઓડિશા સમુદ્રકાંઠેથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ફેરવવામાં આવ્યાં છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું દબાણ ગત શનિવારે એક ચક્રવાતી વાવાઝોડા 'ફાની'માં ફેરવાઈ ગયું જે આગળ જઈને 'અતિ વિનાશકારી વાવાઝોડું'  બની ગયું. ચક્રવાત 'ફાની' હાલમાં પૂર્વ ભૂમધ્યરેખામાં હિન્દ મહાસાગર અને પાસેના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સ્થિત છે. 
ભારતમાં તાંડવ મચાવી રહેલા 'ફાની' સાઈક્લોનનું નામ બાંગ્લાદેશે કેમ પાડ્યું?

નવી દિલ્હી: ઓડિશાના તટ પર ભયાનક ચક્રવાત 'ફાની'એ કેર વર્તાવેલો છે. તેના કેરથી બચવા માટે ઓડિશા સમુદ્રકાંઠેથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ફેરવવામાં આવ્યાં છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું દબાણ ગત શનિવારે એક ચક્રવાતી વાવાઝોડા 'ફાની'માં ફેરવાઈ ગયું જે આગળ જઈને 'અતિ વિનાશકારી વાવાઝોડું'  બની ગયું. ચક્રવાત 'ફાની' હાલમાં પૂર્વ ભૂમધ્યરેખામાં હિન્દ મહાસાગર અને પાસેના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સ્થિત છે. 

આ સંદર્ભમાં આપણે જાણીએ કે ચક્રવાતનું નામકરણ આખરે કોણ કરે છે? હકીકતમાં ચક્રવાતના નામ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે સાગરમાં એક સાથે આવનારા અનેક તોફાનોમાં તેને રેખાંકિત કરીને તેની ઓળખ થઈ શકે. સામાન્ય રીતે જ્યારે કોઈ તોફાનની ઝડપ 61 કિમી પ્રતિ કલાકથી વધુ  હોય છે તો ત્યારે તે તોફાનનું નામકરણ કરવામાં આવે છે. 

હિન્દ મહાસાગરના ચક્રવાત
હિન્દ મહાસાગરમાં સાઈક્લોનનું નામ રાખવાનું ચલણ 2000માં શરૂ થયું. આ કડીમાં ક્ષેત્રના આઠ દેશો ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ વચ્ચે 2004માં એક ફોર્મ્યુલા પર સહમતિ બની. આ દેશોએ આગામી ચક્રવાતોને ધ્યાનમાં રાખતા 64 નામોની સૂચિ  બનાવી. આ રીતે પ્રત્યેક દેશે આઠ નામ સૂચવ્યાં. આ સૂચિને વિશ્વ હવામાન સંગઠન (WMO)ને સોંપવામાં આવી. જીનેવા સ્થિત આ સંગઠન જ આ વિસ્તારમાં જ્યારે ચક્રવાત આવે છે ત્યારે તે લિસ્ટમાં આવતા સીરિયલના આધારે નામ આપે છે. 

આ રીતે ભારતે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહેર, મેઘ, સાગર અને વાયુ જેવા નામ આપ્યાં છે. આ જ રીતે પાકિસ્તાને ફાનૂસ, લૈલા, નીલમ, વરદાહ, તિતલી, બુલબુલ જેવા નામ આપ્યાં છે. આ જ કારણોસર લિસ્ટના આધારે ઓડિશામાં આવેલા હાલના તોફાનનું નામ ફાની છે. ગત વર્ષે આ જ રીતે આ વિસ્તારમાં આવેલા તોફાનનું નામ તિતલી રખાયું હતું. બે વર્ષ અગાઉ નવેમ્બરમાં દક્ષિણ તામિલનાડુમાં જે તોફાન આવ્યું હતું તેનું નામ ઓખી હતું. આ નામ પણ બાંગ્લાદેશે રાખ્યું હતું. 

2013માં આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ફિલિન નામના વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો. આ સૂચિના આધારે આ સાઈક્લોનનું નામ થાઈલેન્ડે પાડ્યું હતું. આ દેશો દ્વારા અપાયેલું એક નામ એકવાર ઉપયોગમાં લેવાયા બાદ સામાન્ય રીતે રિટાયર થઈ જાય છે. તેની જગ્યાએ તે જેન્ડર અને તે જ વર્ણક્રમનું નવું નામ સંબંધિત દેશ આપે છે. 

જુઓ LIVE TV 

ચલણ
20મી સદીની શરૂઆતમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના હવામાન વૈજ્ઞાનિક ક્લિમેન્ટ વ્રેગે ટ્રોપિકલ સાઈક્લોનને નામ આપવાનું શરૂ કર્યું હતું. 1887-1907 દરમિયાન તેમણે અનેક નામ આપ્યાં. તેઓ હંમેશા પોતાના દેશના જે રાજનેતાઓના નામ પસંદ નહતા કરતા તેમના નામના આધારે જ સાઈક્લોનનું નામકરણ કરતા હતાં. દ્વિતીય વિશ્વયુદ્ધના દૌરમાં અમેરિકા એરકોર્પ અને નેવીના હવામાન વૈજ્ઞાનિકો સામાન્ય રીતે પોતાની પત્નીઓ/ગર્લફ્રેન્ડના નામના આધારે પ્રશાંત ક્ષેત્રમાં આવતા ટ્રોપિકલ સાઈક્લોનનું નામ રાખતા હતાં. 

1950-1952 દરમિયાન અટલાન્ટિક મહાસાગરના ટ્રોપિકલ સાઈક્લોનનું અંગ્રેજી વર્ણમાલાના વર્ણક્રમના આધારે નામકરણ થવા લાગ્યું હતું. ત્યારબાદ 1953માં અમેરિકી હવામાન ખાતાએ આ માટે મહિલાઓના નામની પસંદગી કરી. 1979થી વિશ્વ હવામાન સંગઠન અને અમેરિકી નેશનલ વેધર સર્વિસે એવા નામોની સૂચિ બનાવી જેમાં પુરુષના નામ પણ સામેલ હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news