354 કરોડના બેંક કૌભાંડ મામલે CM કમલનાથના ભાણેજ રતુલ પુરીની ધરપકડ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણિયા અને મોઝરબેયરના પૂર્વ કાર્યકારી ડાઈરેક્ટર રતુલ પુરીની 300 કરોડથી વધુના બેંક કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી છે.

354 કરોડના બેંક કૌભાંડ મામલે CM કમલનાથના ભાણેજ રતુલ પુરીની ધરપકડ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણિયા અને મોઝરબેયરના પૂર્વ કાર્યકારી ડાઈરેક્ટર રતુલ પુરીની 300 કરોડથી વધુના બેંક કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી છે.  બે દિવસ અગાઉ જ સીબીઆઈએ આ મામલે રતુલ પુરી અને અન્ય એક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ  કેસ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તરફથી નોંધાવાયેલ 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડની ફરિયાદમાં દાખલ થયો હતો. રતુલ પુરીને આજે કોર્ટ સામે રજુ કરાશે. 

કેન્દ્રીય તપાસ એજન્સીએ જેના પર કેસ દાખલ કર્યો હતો તેમાં પુરી ઉપરાંત કંપની (એમબીઆઈએલ), તેમના પિતા અને મેનેજિંગ ડાઈરેક્ટર દીપક પુરી, , ડાઈરેક્ટરો નીતા પુરી (રતુલની માતા અને કમલનાથની બહેન), સંજય જૈન અને વીનિત શર્મા સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમના પર કથિત રીતે અપરાધિક ષડયંત્ર રચવાનો, ફ્રોડ આચરવાના અને ભ્રષ્ટાચારના આરોપ છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે રતુલે 2012માં એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે તેમના માતા પિતા બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સમાં રહ્યાં. સીબીઆઈએ સોમવારે 6 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. 

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ કરી હતી ફરિયાદ 
આ મામલો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ફરિયાદના આધારે દાખલ થયો હતો. બેંકે ફરિયાદમાં આરોપ લગાવ્યો કે કંપની 2009થી વિભિન્ન  બેંકોમાંથી લોન લેતી રહી અને અનેકવાર રીપેમેન્ટની શરતોમાં ફેરફાર કરાવી ચૂકી હતી. બેંકની આ ફરિયાદ હવે સીબીઆઈની એફઆઈઆરનો એક ભાગ છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તે (કંપની) કરજની ચૂકવણી કરવામાં અસમર્થ રહી તો એક ફોરેન્સિક ઓડિટ કરાવી લીધુ અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાને 20 એપ્રિલના રોજ 'ફેક' જાહેર કરી દીધુ. બેંકનો દાવો છે કે કંપની અને તેના ડાઈરેક્ટરોએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ફંડ મેળવવા માટે ખોટા અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો.

જુઓ LIVE TV 

ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે પણ રતુલ પર તપાસ
અત્રે જણાવવાનું કે રતુલ  પુરી પહેલેથી 3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ મામલે મની લોન્ડરિંગના કેસમાં તપાસ ઝેલી રહ્યાં છે. પરંતુ હવે ઈડીએ તેમની બેંક ફ્રોડ મામલે ધરપકડ કરી છે. જેને રતુલ પુરી અને કમલનાથના પરિવાર માટે મોટો ઝટકો ગણાવાઈ રહ્યો છે. આ અગાઉ સોમવારે ઈડીને કોર્ટે કહ્યું હતું કે રતુલ પુર ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે તપાસથી બચી રહ્યાં છે. પુરીએ પોતાના વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news