સરદાર સરોવર ડેમમાં આજે પણ પાણીની જંગી આવક, નર્મદા બે કાંઠે વહી
સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે
Trending Photos
જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો આજે પણ ચાલું કરી દેવાયા છે.
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે ઉપવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની સતત જંગી આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી 2,79850 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે ડેમમાં પાણીની સપાટી 132.98 મીટરે પહોંચી છે. સરદાર સરોવરના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
જો કે, ડેમમાંથી 249231 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા બે કાંઠે વહી રહી છે. ત્યારે કેવડિયા ખાતે આવેલો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો શરૂ કરી હાઇડ્રોપાવર ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ડેમમાં પાણીની સારી આવક થતા રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો અને ડેમ ભરવાનું આયોજન કર્યુ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે