હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી, મલેશિયાએ 'બોલતી બંધ' કરી

ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાની સરકારે મોટી કાર્યવાહી કરી છે. ઝાકિર પર સમગ્ર મલેશિયામાં ભાષણ આપવા પર રોક લગાવી દીધી છે.

હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી, મલેશિયાએ 'બોલતી બંધ' કરી

નવી દિલ્હી/કુઆલાલંપુર: ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાની સરકારે મોટી કાર્યવાહી કરી છે. ઝાકિર પર સમગ્ર મલેશિયામાં ભાષણ આપવા પર રોક લગાવી દીધી છે. હવે મલેશિયામાં ક્યાંય પણ તે ભાષણ આપી શકશે નહીં. ઝાકિર પર હિન્દુઓ અને ચીનના લોકોની ભાવનાઓ દુભાવવાનો આરોપ છે. મલેશિયા પોલીસે કહ્યું કે રાષ્ટ્રીય સદભાવ અને લોકોના હિતો માટે ઝાકિર પર  કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ સોમવારે ઝાકિરની 10 કલાક સુધી પૂછપરછ થઈ હતી. આ બધા વચ્ચે આ સમગ્ર મામલે ઝાકિરે કરગરીને માફી પણ માંગી છે. 

ઝાકિરે પોતાના નિવેદનમાં કહ્યું કે "હું હંમેશાથી શાંતિનો સમર્થક રહ્યો છું, એ જ કુરાનનો અર્થ છે. આખી દુનિયામાં શાંતિ ફેલાવવી એ મારું મિશન રહ્યું છે. દુર્ભાગ્યથી મારા આલોચક, મારા આ મિશનને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તમે છેલ્લા કેટલાક દિવસથી જોયું હશે કે મારા પર દેશમાં ધાર્મિક જાતીય ઝેર ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે અને મારા આલોચક કેટલીક સિલેક્ટિવ વાતો ઉઠાવી રહ્યાં છે. આજે મેં પોલીસ સામે મારો પક્ષ રજુ  કર્યો છે."

ઝાકિરે કહ્યું કે "હું એ વાતથી પણ દુ:ખી છું કે આ સમગ્ર પ્રકરણથી બિન મુસ્લિમ લોકો મને રેસિસ્ટ સમજી રહ્યાં છે. મને પણ એ વાતની ચિંતા છે કારણ કે સંદર્ભ વગરની વાતોથી મારા ધાર્મિક ઉપદેશ ન સાંભળનારા પણ દુ:ખી છે. જાતિવાદ એક બુરાઈ છે હું તેના વિરુદ્ધ છું. કુરાનમાં પણ એ જ કહેવાયું છે." 

જુઓ LIVE TV

મોહમ્મદ સાહેબે પોતાની અંતિમ ધાર્મિક યાત્રા દરમિયાન કહ્યું હતું કે કોઈ પણ અરબવાસી, બિન અરબ લોકોથી શ્રેષ્ઠ નથી, ન તો બિન અરબના લોકો, અરબના લોકોથી શ્રેષ્ઠ છે. શ્વેત, અશ્વેતથી શ્રેષ્ઠ નથી, એ જ રીતે અશ્વેત, શ્વેતથી શ્રેષ્ઠ નથી. 

ઝાકિરે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે જો કે મે મારું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે કે છતાં પણ આ બદલ લોકો પાસે માફી માંગુ છું. હું નથી ઈચ્છતો કે કોઈ પણ મારા વિરુદ્ધ ખોટી ભાવના રાખે. કોઈ વ્યક્તિ કે સમુદાયને નારાજ કરવાનો મારો ક્યારેય ઉદ્દેશ્ય રહ્યો નથી. 

હિન્દુઓ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
આ બધા વચ્ચે ભારતથી ભાગીને મલેશિયામાં રહેતા વિવાદિત મુસ્લિમ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકની મલેશિયાની સરકારી એજન્સીએ હિન્દુ વિરુદ્ધ જાતિય ટિપ્પણી કરવા  બદલ પૂછપરછ કરી. ઝાકિરે હાલમાં જ મલેશિયામાં મુસ્લિમ બહુમતી હોવા છતાં હિન્દુઓ પાસે અનેક અધિકારો હોવાની વાત કરી હતી. હકીકતમાં ઝાકિરે કહ્યું હતું કે મલેશિયામાં હિન્દુઓને ભારતના અલ્પસંખ્યક મુસ્લિમોની સરખામણીમાં 100 ઘણા વધુ અધિકારો મળેલા છે.  આ જાતિય ટિપ્પણીનો ભારતીય સમુદાયે સખત વિરોધ કર્યો હતો. જેને આપસી ભાઈચારા, સૌહાર્દ અને સમાનતાના અધિકાર વિરુદ્ધની ટિપ્પણી તરીકે જોવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news