જમ્મૂ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોને મળી સફળતા, 2 આતંકવાદીઓને ઠાર માર્યા

સવારે આતંકવાદીઓની હાજરીની ખબર પડી. 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઇ નથી. ઓપરેશન હજુ પણ ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન પણ ચાલી રહ્યું છે. 

જમ્મૂ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોને મળી સફળતા, 2 આતંકવાદીઓને ઠાર માર્યા

શ્રીનગર: ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં સુરક્ષાબળોને ગુરૂવાર સવારે મોટી સફળતા મળી. સુરક્ષાબળોએ એક મુઠભેડ બે આતંકવાદીઓને ઠાર માર્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મૂ કાશ્મીર પોલીસની એક સૂચના પર વિસ્તારમાં મોડી રાત્રે અભિયાન ચલાવવામાં આવ્યું અને સવારે આતંકવાદીઓની હાજરીની ખબર પડી. 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઇ નથી. ઓપરેશન હજુ પણ ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન પણ ચાલી રહ્યું છે. 

સુરક્ષાબળોની સંયુક્ત ટીમે તલાશી અભિયાન શરૂ કર્યું છે. સંયુક્ત દળે સંદિગ્ધ સ્થળ પર ઘેરાબંધી કરી, છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું. એક અધિકારીએ કહ્યું કે ગોળીબારીના સંયુક્ત દળ દ્વારા જવાબ આપ્યો અને મુઠભેડ શરૂ થઇ ગઇ. વિસ્તારમાં મુઠભેડ ચાલી રહી છે. 

સેનાના એક નિવેદનમાં જણાવ્યું કે 'ઓપરેશન હરદશિવા (#સોપોર)'માં અભિયાન ચાલુ છે. @JmuKmrPoliceના ઇનપુટ પર સંયુક્ત અભિયાન આજે સવારે શરૂ કરવામાં આવ્યું. કોર્ડનને સ્થાપિત કરવામાં આવ્યો અને સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. ગોળીબારી શરૂ થઇ ગઇ છે. સંયુક્ત ઓપરેશન ચાલુ છે. 

સુરક્ષાબળોએ આ વર્ષે અત્યાર સુધી કાશ્મીરમાં 108 આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે. મોટાભાગના આતંકવાદીઓ દક્ષિણ કશ્મીરમાં મોતને ભેટ્યા છે. હવે સુરક્ષાબળોને ફોકસ ઉતરી કાશ્મીરની તરફ પણ છે જ્યાં ઇનપુટ અનુસાર 100થી વધુ આતંકવાદી સક્રિય છે અને તેમાંથી મોટાભાગના વિદેશી આતંકવાદી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news