સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભીષણ આગ મહદઅંશે કાબૂમાં

સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં 24 કલાક બાદ મોટા ભાગે આગ પર મેળવી કાબુ મેળવી શકાયો છે. આગને ઠંડી પાડવાની કામગીરી યથાવત છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવાઈ છે.

સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભીષણ આગ મહદઅંશે કાબૂમાં

ઉદય રંજન, અમદાવાદ: સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં 24 કલાક બાદ મોટા ભાગે આગ પર મેળવી કાબુ મેળવી શકાયો છે. આગને ઠંડી પાડવાની કામગીરી યથાવત છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવાઈ છે.

રોબોટની મદદથી કંપનીનો કેટલોક ભાગ અને મશીનરી બચાવવામાં પણ સફળતા મળી. જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. હાલ ફાયર બ્રિગેડની 8 ગાડી સાથે ફાયર કર્મચારી અને અધિકારી પણ આ કામગીરીમાં જોડાયેલા છે.આગને સંપૂર્ણ ઠંડી પડતા સાંજ જેટલો સમય લાગી શકે છે. જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બુધવારે સવારે જાપાનની આ યુનિચાર્મ ઈન્ડિયા નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપની ડાયપર બનાવે છે. ડાયપર બનાવવામાં વપરાતા ગઢ કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો. આગ એટલી વિકરાળ હતી કે સાણંદથી 10 કિમી દૂર સુધી આગના ધુમાડા દેખાતા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news