Covid-19 વચ્ચે આ યોજનાને મળી કેન્દ્રની મંજૂરી, 58 લાખ લોકોને મળશે સીધો ફાયદો

શ્રમમંત્રીએ કહ્યું કોવિડ 19 મહામારી વચ્ચે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ના ફક્ત નવા રોજગારના સૃજન અને જરૂરી પ્રોત્સાહન આપી રહી છે પરંતુ સીધા ઉદ્યોગોના રૂપમાં તેમને નાણાકીય મદદ પહોંચાડવાનું પણ કામ કર્યું છે. ગં

Covid-19 વચ્ચે આ યોજનાને મળી કેન્દ્રની મંજૂરી, 58 લાખ લોકોને મળશે સીધો ફાયદો

નવી દિલ્હી: કેન્દીય મંત્રિમંડળે કોરોનાકાળમાં નવી રોજગાર યોજનાને 22,810 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ કંપની જગતને મોટી નિયુક્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે બુધવારે (9 ડિસેમ્બરે) કહ્યું કે આ વિશે જાણકારી આપી છે. ગંગવારે કહ્યું 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' (Atmanirbhar Bharat Rojgar Yojana) હેઠળ સરકાર બે વર્ષ સુધી કંપનીઓ અને અન્ય એકમો દ્વારા કરવામાં આવેલી નિયુક્તિઓ માટે EPFમાં કર્મચારી અને નિયોક્તા (Employees and Employers) બંને તરફથી અંશદાન કરશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 2023 સુધી 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેનાથી લગભગ 58.8 લાખ કર્મચારીઓને લાભ થશે. 

15 હજારથી ઓછા પગારવાળાઓને મદદ
શ્રમમંત્રીએ કહ્યું કોવિડ 19 મહામારી વચ્ચે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ના ફક્ત નવા રોજગારના સૃજન અને જરૂરી પ્રોત્સાહન આપી રહી છે પરંતુ સીધા ઉદ્યોગોના રૂપમાં તેમને નાણાકીય મદદ પહોંચાડવાનું પણ કામ કર્યું છે. ગંગવારે જણાવ્યું કે આ યોજના હેઠળ અમે તે કર્મચારીઓને સિલેક્ટ કર્યા છે, જેમનો માસિક પગાર 15,000 રૂપિયાથી ઓછો છે. આ યોજનાના માધ્યમથી અમે ગરીબ કલ્યાણના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવવાનું કામ કર્યું છે. આ યોજના તે બધા પર લાગૂ થશે, જે 1 ઓક્ટોબર 2020 થી 30 જૂન 2021 સુધી નોકરી પર રાખવામાં આવે. તેનો 24 ટકા ઇપીએફ અંશદાન સરકાર આપશે. 

1 ઓક્ટોબરથી સામેલ થનાર કર્મચારીઓને મળશે સબસિડી
આ યોજનાથી અવધિમાં લગભગ 58.5 લાખ કર્મચારીઓને લાભ મળવાની સંભાવના છે. રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક ઓક્ટોબર 2020ને અથવા ત્યારબાદ અને 30 જૂન 2021 સુધી સામેલ તમામ નવા કર્મચારીઓને બે વર્ષની અવધિ માટે સબસિડી આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું 'જે કંપનીમાં 1000 કર્મચારી છે ત્યાં કેન્દ્ર સરકાર બે વર્ષની અવધિ માટે 12 ટકા કર્મચારી યોગદાન અને 12 ટકા એમ્પ્લોયરનું યોગદાન ભથ્થાનું 24 ટકા ઇપીએફમાં યોગદાન આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news