Election Result 2022: ચાર રાજ્યોમાં ભાજપ તો એકમાં આપને મળી સત્તા, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી

આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઈતિહાસ રચી દીધો છે. તો ગોવા અને મણિપુરમાં પણ ભગવા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ પંજાબની સત્તા કબજે કરી છે. 

Election Result 2022: ચાર રાજ્યોમાં ભાજપ તો એકમાં આપને મળી સત્તા, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમત સાથે મોટી જીત મેળવી છે. તો આમ આદમી પાર્ટીએ પંજાબની ચૂંટણીમાં બમ્પર જીત મેળવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવી છે. તો પંજાબમાં અરવિંજ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે. હવે અત્યાર સુધી સામે આવેલા ચૂંટણી પરિણામો પરથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આ જીત બાદ પીએમ મોદીએ જનતાનો આભાર માન્યો છે. જુઓ ક્યા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી. 

ઉત્તર પ્રદેશ (કુલ સીટ- 403)
ભારતીય જનતા પાર્ટીઃ જીત 267, લીડ 7- કુલઃ 274
સમાજવાદી પાર્ટીઃ  જીત 110, લીડ- 14- કુલઃ 124
બહુજન સમાજવાદી પાર્ટીઃ જીત 1, લીડ-0- કુલઃ 1
કોંગ્રેસઃ                      જીત 2, લીડ-0- કુલઃ 2
અન્યઃ                      જીત 2, લીડ-0- કુલઃ 2

પંજાબ (કુલ સીટ 117)
આમ આદમી પાર્ટીઃ 92
ભારતીય જનતા પાર્ટીઃ 2
કોંગ્રેસઃ 18
શિરોમણિ અકાલી દળઃ 4
અન્યઃ 1

ઉત્તરાખંડ (કુલ સીટ 70)
ભાજપ- 48
કોંગ્રેસ- 18
આપ-00
અન્ય- 4

ગોવા (કુલ સીટ 40)
ભાજપ- 20
કોંગ્રેસ- 12
ટીએમસી- 2
અન્ય- 4

મણિપુર (કુલ સીટ 60)
ભાજપ- 32
કોંગ્રેસ- 5
અન્ય- 23

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news