શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ
ચૂંટણી પંચે ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને તેમનાં નિવેદન માટે કારણ દર્શક નોટિસ ઇશ્યું કરી છે
Trending Photos
ભોપાલ : ચૂંટણી પંચે 26/11 ના મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા વિવાદિત નિવેદન અંગે ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને કારણ દર્શક નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને ભોપાલ કલેક્ટર સુદામ ખાડેએ શનિવારે જણાવ્યું કે, અમે આ નિવેદન અંગે સ્વત સંજ્ઞાન લીધું છે અને આ મુદ્દે સહાયક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે.
અમે આ કાર્યક્રમના આયોજક અને તે વ્યક્તિની વિરુદ્ધ નોટિસ ઇશ્યું કરી રહ્યા છીએ, જેમણે આ નિવેદન આપ્યું છે અને તેનાથી 24 કલાકમાં જવાબ માંગશે. અમે સહાયક ચૂંટણી અધિકારીનો રિપોર્ટને ચૂંટણી પંચને મોકલશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ વાણીવિલાસ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે.
Bhopal: A notice has been issued to Pragya Singh Thakur by District Election Officer and Collector under model code of conduct seeking an explanation from her for her comment on Late Hemant Karkare within a day. (File pic) pic.twitter.com/cqnjQwRIRN
— ANI (@ANI) April 20, 2019
ખાડેએ જણાવ્યું કે, અમે આચાર સંહિતા દરમિયાન આ કાર્યક્રમનાં આયોજકને કેટલીક શરતો પર કાર્યક્રમ કરવાની પરવાનગી આપી હતી. ગુરૂવારે સાંજે ભોપાલ ઉત્તરપ્રદેશ વિધાનસભા ક્ષેત્રનાં ભાજપ કાર્યકર્તાની બેઠકમાં મુંબઇ એટીએસનાં તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા પ્રજ્ઞાએ કહ્યું હતું કે, મે કરકરેનો સર્વનાશ થવાનો સ્પાર આપ્યો હતો અને તેના સવા મહિના બાદ આતંકવાદીઓએ તેમને મારી દીધા. જો કે આ નિવેદનનાં એક દિવસ બાદ ચારે તરફથી આલોચના થયા બાદ પ્રજ્ઞાએ પોતાનાં નિવેદન પરત ખેંચી લીધું હતું અને માફી માંગી લીધી હતી.
સાધ્વી પ્રજ્ઞાએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસના તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, હું તેમને સર્વનાશ થવાનો શ્રાપ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે પ્રજ્ઞા 2008માં થયેલા માલેગાવ વિસ્ફોટ મુદ્દે આરોપી છે અને હાલ જામીન પર છે. આ મુદ્દે તપાસ કરકરેનાં નેતૃત્વમાં થઇ હતી. 26 નવેમ્બર 2008નું પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇનાં અનેક સ્થળો પર હૂમલા કર્યા હતા. આ દરમિયાન કરકરે અને મુંબઇ પોલીસનાં કેટલાક અન્ય અધિકારીઓ શહીદ થઇ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે