Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી મુદ્દે કોંગ્રેસના આરોપ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અજય કુમારે આરોપ લગાવ્યો કે જાણી જોઈને ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત મોડેથી કરવામાં આવી. ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાનું કારણ જણાવ્યું છે. 

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી મુદ્દે કોંગ્રેસના આરોપ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અજય કુમારે આરોપ લગાવ્યો કે જાણી જોઈને ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત મોડેથી કરવામાં આવી. પીએમ મોદીના ઉદ્ધાટન કાર્યક્રમોની રાહ જોવાઈ. મોરબી અકસ્માત બાદ પણ કાર્યક્રમો થયા. પીએમના કાર્યક્રમ બાદ તારીખોની જાહેરાત થઈ. આ અગાઉ પણ કોંગ્રેસે ટ્વીટ કરીને ચૂંટણી પંચની સ્વાયત્તતા પર સવાલ કર્યો હતો. ચૂંટણી પંચે પણ કોંગ્રેસના આરોપોનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાનું કારણ જણાવ્યું છે. 

ચૂંટણી પંચનો કોંગ્રેસને જવાબ
કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે ગુજરાતમાં હાલમાં મોરબી પુલ અકસ્માત થયો, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતમાં મોડું થવાનું આ પણ એક કારણ છે. આ સાથે જ ગઈ કાલે રાજ્યમાં રાજકીય શોક પણ હતો. એલાનમાં વિલંબ થવાના અનેક કારણ છે. એક્શન અને પરિણામ વાસ્તવમાં શબ્દોથી વધુ જોરથી બોલે છે. 

પરિણામ પર સવાલ ભારતીય વોટર્સનું અપમાન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે હું તમને સમજાવવાની કોશિશ ગમે તેટલી કોશિશ કરું, તેનાથી કોઈ ફરક પડતો નથી, એક્શન અને પરિણામ તેનાથી વધુ જરૂરી છે. તે યોગ્ય છે કે નહીં. જો આપણે એમ કહીએ કે પરિણામ યોગ્ય નથી તો તે ભારતીય મતદારોનું અપમાન છે. નિષ્પક્ષ ચૂંટણી માટે પંચ પ્રતિબદ્ધ છે. 

તેમણે વધુમાં કહ્યું કે ઉમેદવાર જે કોઈ પણ કારણથી સવાલ ઉઠાવતા રહ્યા છે જ્યારે પરિણામ આવ્યું તો તેમને લાગ્યું કે અરે મારે તો સવાલ ઉઠાવવો નહતો જોઈતો. રિઝલ્ટ તો મારા પક્ષમાં જ આવી ગયું. ચૂંટણી શરૂ થતા પહેલા અમારી પાસે લાંબી લચક ચિઠ્ઠીઓ આવે છે કે ઈવીએમ ખરાબ છે, તેમને બદલી નાખો અને એ જ ઈવીએમ તે પાર્ટીને જીતાડે છે. પછી તે પ્રશ્ન બંધ થઈ જાય છે અને તેઓ પરિણામ સ્વીકારી લે છે. 

આ વીડિયો પણ જુઓ...

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જે પણ પાર્ટી કે ઉમેદવાર કોઈ પણ કારણસર ઈવીએમ પર સવાલ ઉઠાવતા રહ્યા છે પરિણામ આવ્યા બાદ તેમને ખબર પડી કે આ સવાલ મારે ઉઠાવવો નહતો જોઈતો કારણ કે પરિણામ મારા પક્ષમાં આવ્યું છે. ક્રિકેટમાં પણ એમ્પાયર પર આરોપ લાગે છે. ક્રિકેટની જેમ થર્ડ એમ્પાયર નથી, પરિણામ અમારી  નિષ્પક્ષતાના સાક્ષી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news